બાલાસિનોરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે દીપ પ્રાગટ્ય

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બાલાસિનોરના અંબાજી માતા મંદિર ખાતે દીપ પ્રાગટ્ય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને ભાજપના કાર્યકરોએ દીપ પ્રગટાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય તથા અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશભાઈ (પપ્પુભાઈ) પાઠક ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત બાલાસિનોર નગરપાલિકા પ્રમુખ ગાયત્રીબેન ત્રિવેદી, મહીસાગર જિલ્લા કિસાન મોરચાના પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પટેલ, નગર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ માનવાણી, નગરપાલિકાના કોર્પોરેટરો સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સૌએ એકસાથે દીપ પ્રગટાવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. શહેરમાં જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.