આયુષ મંત્રાલય, નવી દિલ્હી તથા નિયામક આયુષની કચેરી (આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર)ના માર્ગદર્શન હેઠળ અને જીલ્લા વિકાસ અધિકારી દાહોદ તથા જીલ્લા આયુર્વેદ અધિકારી દાહોદના નેતૃત્વમાં દાહોદ જીલ્લામાં ૧૧માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ (તા. ૨૩/૦૯/૨૦૨૬)ની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષની નિર્ધારિત થીમ “Ayurveda for a Healthier Tomorrow (સ્વસ્થ ભવિષ્ય માટે આયુર્વેદ)ને અનુસરીને તા. ૧૭/૦૯/૨૦૨૬ થી તા. ૨૩/૦૯/૨૦૨૬ દરમિયાન સમાજના દરેક વર્ગને આવરી લેતા વિવિધ જાગૃતિલક્ષી અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
સાપ્તાહિક કાર્યક્રમોની પરેખા :
તારીખ. ૧૭/૦૯/૨૦૨૬:નિદાન કેમ્પ
તારીખ. ૧૮/૦૯/૨૦૨૬: ગ્રામ્ય કક્ષાએ આયુષ સભા
તારીખ. ૧૯/૦૯/૨૦૨૬: વૃક્ષારોપણ અને પ્રકૃતિ પરીક્ષણ
તારીખ. ૨૦/૦૯/૨૦૨૬: યોગ શિબિર
તારીખ. ૨૧/૦૯/૨૦૨૬: શાળાઓ અને કોલેજોમાં સેમિનાર તથા જાગૃતિ કાર્યક્રમ
તારીખ. ૨૨/૦૯/૨૦૨૬: આઈ.સી.ડી.એસ. ટીમ દ્વારા આયુર્વેદિક સિદ્ધાંતો આધારિત વાનગી નિદર્શન
તારીખ. ૨૩/૦૯/૨૦૨૬: આંગણવાડીમાં આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ તેમજ જીલ્લા કક્ષાનો મેગા આયુષ કેમ્પ
સમગ્ર જીલ્લામાં આયુર્વેદ અને આયુષ પદ્ધતિનો બહોળો પ્રચાર-પ્રસાર થાય તે માટે બેનર, ચાર્ટ, પોસ્ટર અને પત્રિકાઓ જેવી ઈંઊઈ સામગ્રીનું વિમોચન કરી લોકજાગૃતિ ફેલાવવામાં આવશે. જીલ્લાના નાગરિકોનું સ્વાસ્થ્ય ઉત્તમ જળવાઈ રહે અને આયુર્વેદિક જીવનશૈલીનો વ્યાપ વધે તે માટે આયુર્વેદ શાખા, દાહોદની સમગ્ર ટીમ સક્રિયપણે કાર્યરત છે.
આ આયોજીત કાર્યક્રમો અને કેમ્પોનો જીલ્લાના નાગરિકો મહત્તમ લાભ લે તે માટે જીલ્લા આયુર્વેદિક અધિકારી સુધીર જોશી દ્વારા અપીલ કરવામાં આવી છે.