દાહોદના છાપરી આંબા ગામે તસ્કરોએ પરિવારને માર મારી રૂ.૩.૫૦ લાખની મત્તાની ચોરી કરી

દાહોદ તાલુકાના છાપરી આંબા ફળિયામાં મોડીરાતે અજાણ્યા તસ્કરોએ ધરમાં ધુસી પરિવારને માર મારી ‚.૩.૫૦ લાખની મત્તાની લુંટ કરી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી. તસ્કરોએ મકાનની પાછળથી દિવાલમાં બાકો‚ પાડી ધરમાં પ્રવેશ કર્યો હતો. ધરમાં સુતેલી મહિલા અને તેની સાસુ જાગી જતાં બંનેને લાકડી તથા પાટલાથી માર મારી ડરાવ્યા ધમકાવ્યા હતા.

દાહોદ તાલુકાના છાપરી ગામના આંબા ફળિયામાં રહેતા સોનાબેન ઉર્ફે સોનલબેન રાહુલભાઈ ડામોર અને પરિવારના સભ્યો જમી પરવારીને સુઈ ગયા હતા. વહેલી સવારે આશરે ૪ વાગ્યાના અરસામાં ડબ્બો ખખડવાનો અવાજ આવતા સોનલબેન તથા તેમની સાસુ વિરાબેન જાગી ગયા હતા. લાઈટના અજવાળામાં ધરમાં મોઢા બાંધેલા ત્રણ શખ્સો દેખાતા બંનેએ બુમાબુમ કરી હતી. દરમિયાન એક શખ્સે સોનલબેનના મોઢાના ભાગે લાકડી મારી હતી. ગોદડાથી મોઢું દબાવી પીઠના ભાગે પણ માર માર્યો હતો. સાસુ વિરાબેન પણ લાકડી અને પાટલાથી માર મારવામાં આવ્યો હતો. આશરે ૫ થી ૧૦ મિનીટ બાદ તસ્કરો ફરાર થઈ ગયા હતા. પરિવારજનોએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. તપાસ કરતા ધરના પાછળના ભાગે દિવાલમાં બાકો‚ પાડી તસ્કરો પતરાના ડબ્બા ચોરી ગયા હતા. તેમાં સોના-ચાંદીના ઝુમ્મર, સાંકળી, કંદોરા, મઠીયા, ઝાંઝરી, બંગડીઓ સહિતના દાગીના તેમજ મજુરીના ‚.૪૬ હજાર રોકડ હતી. ફરિયાદમાં કુલ ‚.૩.૫૦ લાખની મત્તા ચોરાઈ હોવાનુ જણાયુ હતુ. બનાવ અંગે સોનલબેન ડામોરે અજાપ્યા ચોરો સામે દાહોદ બી-ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી.