ગોધરા મામલતદાર કચેરીમાં કલેક્ટરની હાજરીમાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

ગોધરા મામલતદાર કચેરી ખાતે કલેક્ટર અજય દહિયાની ઉપસ્થિતિમાં ’તાલુકા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગ્રામ્ય અને શહેરની કુલ ૧૬ ફરિયાદોનું સ્થળ પર જ નિવારણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક નાગરિકોની વિવિધ વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાઓ અંગે સુનાવણી હાથ ધરાઈ હતી. નાગરિકોએ વીજ કંપની, જમીનની માલિકીના વિવાદો, ગેરકાયદેસર દબાણ તેમજ રસ્તા સંબંધિત પ્રશ્નો રજૂ કર્યા હતા.

કલેક્ટર અજય દહિયાએ અરજદારોની ફરિયાદો ગંભીરતાથી સાંભળી. તેમણે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી પ્રશ્નોની વિગતો મેળવીને સ્થળ પર જ જ‚રી માર્ગદર્શન અને આદેશો આપ્યા હતા. કાર્યક્રમના અંતે, ગોધરા ગ્રામ્ય વિસ્તારની ૭ અને ગોધરા શહેરી વિસ્તારની ૯ ફરિયાદો મળીને કુલ ૧૬ પ્રશ્નોનો સફળતાપૂર્વક ઉકેલ લાવવામાં આવ્યો.