બોડેલીના બાંગપુરા ગામ પાસે કાર અને મોપેડ અકસ્માતમાં બેને ઈજાઓ

બોડેલી-માકણી રોડ પર બાંગપુરા ગામ પાસે એક કાર અને મોપેડ સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું હતું અને બંને ચાલકોને ગંભીર ઈજા પહોંચી હતી.ટક્કર એટલી જોરદાર હતી કે કાર પલટી ખાઈને રોડ કિનારે આવેલા એક ઝાડ સાથે અથડાઈ હતી. જેના કારણે કારને પણ ઘણું નુકસાન થયું હતું.અકસ્માતમાં મોપેડ ચાલક અને કાર ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી. કાર ચાલકની ઓળખ હજુ થઈ નથી. સ્થાનિકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી બંને ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી શ‚ કરી હતી. અકસ્માત કયા કારણોસર થયો તેની વધુ તપાસ ચાલી રહી છે.