પંચમહાલ પોલીસે ગોધરા પરેડ ગ્રાઉન્ડ ખાતે ૨૧ ઓકટોબર ‘પોલીસ સંભારણા દિવસ’ શહિદોની યાદની વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું

પંચમહાલ પોલીસ દ્વારા તા.૨૦ ઓકટોબર ૨૦૨૬ના રોજ પોલીસ હેડ કવાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે ‘પોલીસ સંભારણા દિવસ’ નિમિતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશની આંતરિક સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતાની ફરજ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનાર અમર પોલીસ શહિદોને આ પ્રસંગે યાદ કરવામાં આવ્યા હતા.

આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક ર્ડા. હરેશભાઈ દુધાત દ્વારા શહિદ સ્મારક ખાતે પુષ્પચક્ર અર્પણ કરીને વીર શહિદોને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ શહિદોની સ્મૃતિમાં બે મીનીટનું મૌન પાળીને શ્રઘ્ધાંજલી અર્પી હતી. આ પ્રસંગે ‘ દેશની સુરક્ષા અને શાંતિ માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર પોલીસ જવાનોનું બલિદાન કયારેય એળે નહિ જાય ૨૧ ઓકટોબર ૧૯૫૯ નારોજ લદ્દાખના હોટ સ્પ્રિંગ્સ ખાતે ચીન સૈન્ય સામે લડતા શહિદ થયેલા સી.આર.પી.એફ. જવાનોની યાદમાં આ દિવસ ઉજવાય છે. વીરોની ત્યાગ ભાવના અને ફરજ સમગ્ર પોલીસ દળ માટે હંમેશા પ્રેરણા‚પ રહેશે. આ વર્ષ દેશમાં ફરજ દરિમયાન શહિદ થયેલા તમામ પોલીસ જવાનોના નામોનું પઠન કરી તેમનો આદરપૂર્વક આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતમાં શહિદ પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરવામાં આવી હતી.