મોરવા(હ) તાલુકાના મેખર ગામે ડેરી ફળીયા માંથી ફરિયાદી પોતાની બાઈક લઈ ધરે જતા હોય ત્યારે આરોપીએ બોલેરો ગાડી આડી કરી મોટર સાયકલ રોકી હતી અને ૯ આરોપીઓ એક સંપ કરી ફરિયાદી તથા મહિલા મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની ફરિયાદ મોરવા(હ) પોલીસ મથકે નોંધાવા પામી છે.
મોરવા(હ)ના મેખર ગામે ચોટા ફળીયામાં રહેતા ફરિયાદી રાજેન્દ્રકુમાર ભારતસિંહ માલીવાડ, ગંગાબેન તથા કેતનભાઈ બાઈક લઈને ધરે જઈ રહ્યા હતા. ત્યારે આરોપી રંગીતભાઈ માલભાઇ ડામોર ડેરી ફળીયામાં પોતાની બોલેરો ગાડી રોડ ઉપર આડી કરી રસ્તો રોકી બાઈકને રોકી હતી અને આરોપીઓ રંગીતભાઈ ડામોર, હિતેશ મહેન્દ્રભાઇ ડામોર, ચીરાગ મહેન્દ્રભાઈ ડામોર, દિલીપસિંહ અમરસિંહ ડામોર, ભુપેન્દ્ર દિલીપભાઈ પટેલ,અરૂણાબેન ચીરાગભાઇ ડામોર, દક્ષાબેન હિતેશભાઈ ડામોર, દિલીપભાઈ મથુરભાઈ ડામોર, દશરથભાઈ જાલમભાઈ ડામોર એક સંપ થઈ પાઈપ લઈ આવી રાજેન્દ્રભાઈને હાથમાં ફટકો મારી ઈજાઓ પહોંચાડી તેમજ અન્ય આરોપીઓએ ગડદાપાટુનો મારમાર્યો હતો. ગંગાબેન બચાવવા પડતા આરોપીઓએ ગડદાપાટુનો મારમારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યાની ફરિયાદ મોરવા(હ) પોલીસ મથકે નોંધાવા પામી છે.