
ગોધરા શહેરમાં 4 જાન્યુઆરીના રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જીલ્લા પોલીસ વડા ડો. હરેશ દુધાતે નાગરિકોને આ સેવાકીય કાર્યમાં જોડાઈ વધુમાં વધુ રક્તદાન કરવા અપીલ કરી છે.
જીલ્લા પોલીસ વડા ડો. હરેશ દુધાતે રક્તદાનના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, રક્તદાન એ મહાદાન છે, જે અકસ્માત કે ગંભીર બીમારીના સમયે દર્દીનો જીવ બચાવી શકે છે. ડો. દુધાતે વધુમાં જણાવ્યું હતું કે, સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવું એ દરેકની નૈતિક ફરજ છે. તેમણે કહ્યું કે, રક્તદાન દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિને નવું જીવન મળી શકે છે. તેમણે ગોધરાના નાગરિકોને 4 જાન્યુઆરીના રોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે ઉપસ્થિત રહી આ સેવા યજ્ઞમાં યોગદાન આપવા નમ્ર અપીલ કરી હતી.