ગોધરા-અમદાવાદ હાઈવે ર્ડાકટરના મુવાડા પાસે બે ટ્રક વચ્ચે થયેલ અકસ્માતમાં લાગેલ આગમાં ટ્રક ચાલક જીવતો ભુંજાયો

અન્ય ટ્રકના ચાલક અને એક વ્યકિતનો આબાદ બચાવ.

ગોધરા-અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ ર્ડાકટરના મુવાડા પાસે વહેલી સવારે ગોધરા-અમદાવાદ તરફ આઈસ્ક્રીમ ભરીને જતી ટ્રક ડિવાઈડર તોડીને સામેથી સાઈડમાં પથ્થર ભરીને પસારથ તી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેને લઈ બન્ને ટ્રકમાં આગ લાગતા એક ટ્રકનો ડ્રાઈવર જીવતો આગમાં ભુંજાઈ ગયો હતો. અકસ્માત અને આગની ધટનાની જાણ થતાં ફાયર ટીમ ધટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદ્દનસીબે અન્ય ટ્રકના ચાલક અને એક વ્યકિતનો બચાવ થયો હતો.

ગોધરા-અમદાવાદ હાઈવે રોડ ઉપર ર્ડાકટરના મુવાડા પાસે ગોધરા થી અમદાવાદ તરફ આઈસ્ક્રમી ભરીને જઈ રહી હતી. ત્યારે અચાનક ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવીને ડીવાઈડર તોડીને સામેના રોડથી પુરઝડપે આવતી પથ્થર ભરેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. બે ટ્રક વચ્ચે થયેલ અકસ્માત એટલો ગભીર હતો કે બન્ને ટ્રકમાં આગ લાગી હતી. ટ્રકમાં લાગેલ આગમાં એક ટ્રકના ચાલકને બહાર નિકળવાનો સમય પણ મળ્યો ન હતો અને જીવતો આગમાં ભુંજાઈ ગયો હતો. મૃતક ટ્રક ચાલકની ઓળખ દાહોદ જીલ્લા લીબડીના કનુભાઇ સોમાભાઇ ભુરીયા તરીકે થઈ હતી. બે ટ્રક વચ્ચે અકસ્માત અને આગની ધટનાની જાણ થતાં ગોધરા ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સ ધટના સ્થળે પહોેંચી હતી. ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અકસ્માતની ધટના એક ટ્રકના ચાલક અને એક વ્યકિતનો આબાદ બચાવ થયો હતો. ગોધરા તાલુકા પોલીસ ધટના સ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.