મહીસાગર જીલ્લામાં માતા મરણ ઘટાડવાના મક્કમ નિર્ધાર સાથે જીલ્લા કક્ષાનો PMSMA વર્કશોપ યોજાયો

મહીસાગર જીલ્લામાં જીલ્લા પંચાયત સભાખંડ ખાતે જીલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને ’જીલ્લા કક્ષાના પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીલ્લા આર.સી.એચ. અધિકારીની નોડલશીપ હેઠળ અને અર્બન હેલ્થ સેન્ટર-બાલાસિનોરના મેડિકલ ઓફિસરના પ્રેરણાદાયી એન્કરિંગ દ્વારા કરવામાં આવ્યું હતું.

વર્કશોપ દરમિયાન જીલ્લામાં માતા મરણના દરમાં ઘટાડો લાવવા માટે વિગતવાર ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત નિષ્ણાતો દ્વારા આગામી સમયમાં આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા અને અસરકારક અમલીકરણ માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. અંતમાં, દરેક સ્તરે માતા મરણ અટકાવવા માટે લેવાવા જોઈતા પગલાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને સમાજમાં જાગૃતિ લાવવા માટે જાહેર અપીલ પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, વિભાગીય નાયબ નિયામક કચેરી-વડોદરાના મેડિકલ ઓફિસર તેમજ પંચમહાલ મેડિકલ કોલેજની ટીમ, જીલ્લાના તમામ પ્રોગ્રામ ઓફિસરઓ, સિવિલ હોસ્પિટલ, સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને CHCના અધિક્ષકઓ, તાલુકા હેલ્થ ઓફિસરઓ તેમજ ઙઇંઈ અને અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત,IMA અને FOGSI ના પ્રમુખઓ સહિત સરકારી અને ખાનગી હોસ્પિટલોના ગાયનેકોલોજીસ્ટઓ મળી કુલ 89 જેટલા પ્રતિભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.