ગોધરા બી ડીવીઝન પોલીસ મથકના મિલ્કતને નુકશાન પહોચાડવા તેમજ ધમકી આપવાના ગુનાનો વોન્ટેડ આરોપી ફૈઝાન ઉર્ફે વલ્લી ફિરદોશ શેખ અંગે પેરોલ ફલો સ્કવોર્ડને મળેલ બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો.
ગોધરા બી ડીવીઝન પોલીસ મથકના મિલ્કતને નુકશાન પહોચાડવા તેમજ ધમકીના ગુનાનો અરાોપી ફૈઝાન ઉર્ફે વલ્લી ફિરદોશ શેખ નાસતો ફરતો વોન્ટેડ આરોપી હોય આરોપી અંગે પેરોલ ફલો સ્કવોર્ડને બાતમી મળી હતી કે, આરોપી ગોધરા નગર પાલિકા પાસે ઉભો છે. બાતમીના આધારે આરોપી ફૈઝાન શેખને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી માટે બી ડીવીઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો.