ગોંદરા ગુજરાતી મિશ્ર શાળા માં આનંદમેળા ની ઉજવણી કરવામાં આવી

તારીખ ૧૧. ૮. ૨૦૨૬ ના રોજ ગોંદરા ગુજરાતી પ્રાથમિક શાળામાં આનંદ મેળો યોજાઈ ગયો. જેમાં ધોરણ છ થી આઠ ના વિદ્યાર્થીઓ વેપારી તરીકે ભાગ લીધો.. જેમાં નીચે મુજબની વાનગીઓ નો કુલ સાત સ્ટોલ હતા.

૧.ચણાજોર, ૨. ભૂંગળા બટાકા,૩. દાબેલી ૪.પાણી પૂરી ૫. ચટપટી, ૬.ભૂંગળા બટાકા,૭. ભેલ તમામ સ્ટોલ શાળાના આચાર્ય નૈમિષા બેન પટેલ અને શિક્ષક મિત્રો વિનુભાઈ બામણિયા, સુષ્મા બેન સોલંકી સહિત તમામ બાળકોએ વાનગીનો સ્વાદનો આનંદ માણ્યો હતો. બાળકોને ખૂબ મજા આવી હતી. શાળાના ગણિત શિક્ષક વ્રજેશભાઈ શાહે બાળકોને લાઈફ સ્કીલના ભાગ‚પે આ રીતે વેપાર કરીને કેવી રીતે નફો મેળવી શકાય તેની પણ સમજ આપી. આમ, આનંદ મેળો ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉજવાઈ ગયો હતો.