ગોધરા કોર્મસ કોલેજ ખાતે બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિદ્યાલય દ્વારા નશામુકિત કાર્યક્રમ યોજયો

સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા એન.એસ.એસ. એકમ તથા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય ગોધરાના સંયુક્ત ઉપક્રમે કોલેજ ખાતે નશા મુક્તિ કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં બ્ર.કુ. ઈલા દીદ, બ્ર.કુ.મીના દીદી, બ્ર.કુ શૈલેષભાઈ અને બ્ર.કુ. મહેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા યુવાન વિદ્યાર્થીઓને નશો ન કરવા અને નશાથી દૂર રહેવા અને કોઈ નશો કરતું હોય તો તેને અટકાવવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે બ્ર.કુ ઈલાદીદી દ્વારા યુવાન વિદ્યાર્થીઓને નશા મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો. અ‚ણસિંહ સોલંકી દ્વારા સ્ટાફ અને એનએસએસ સ્વયંસેવકોના સહકારથી સંપન્ન કરવામાં આવ્યું હતું.