ગરબાડામાં સરકારી આર્ટસ કોલેજના મકાનનું ખાતમૂર્હત મંત્રીના હસ્તે કરાયું

દાહોદ જીલ્લાના ગરબાડામાં રૂ. ૧૩ કરોડના ખર્ચે બનનારી સરકારી વિનયન (આર્ટ્સ) કોલેજના નવા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સહપ્રભારી મંત્રી પી.સી. બરંડાએ ભૂમિપૂજન કર્યું.કાર્યક્રમમાં મંત્રી પી.સી. બરંડા અને અન્ય મહાનુભાવોએ પૂજા-વિધિ કરી હતી. બરંડાએ કહ્યું કે ગરબાડા તાલુકાના ગ્રામીણ અને આદિવાસી યુવાનોને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણ મળશે. બહારગામ અભ્યાસ માટે જવાની જ‚રિયાત પણ ઘટશે.

સમારોહમાં રાજ્યકક્ષાના કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર અને પશુપાલન મંત્રી રમેશભાઈ કટારા, સાંસદ જશવંતસિંહ ભાભોર અને જીલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા હાજર રહ્યાં હતાં.ધારાસભ્યો મહેન્દ્રભાઈ ભાભોર અને મહેશભાઈ ભુરીયા, સ્થાનિક પદાધિકારીઓ, સરકારી અધિકારીઓ-કર્મચારીઓ, કોલેજના અધ્યાપકો, તાલુકા પંચાયતના સભ્યો, વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

કોલેજનું મકાન બનવાથી ગરબાડા વિસ્તારના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની સુવિધા મળશે. કાર્યક્રમમાં દીકરા-દીકરીઓ વધુ અભ્યાસ કરીને આગળ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.