ધોધંબાના રીંછવાણી ખાતે ભરાતું હાટ બજાર બંધ કરવાનો તાલુકા પંચાયતના ઠરાવ બાદ નિર્ણય કરાયો

ધોધંબા તાલુકાના રીંછવાણી ગામે દર શનિવારના દિવસે ભરાતા હાટ બજાર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોધંબા તાલુકા પંચાયત સામાન્ય સભામાં ઠરાવ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હોય જેથી આવતી કાલે હાટબજાર સંપૂર્ણ બંધ રહેશે.

ધોધંબા તાલુકાના રીંછવાણી ગામે હાટબજાર ચલાવવા માટે ધોધંબા તાલુકા વિકાસ અધિકારીના પત્રના આધારે વિવિધ મંડળીને હાટબજાર ચલાવવા માટે મંજુરી આપવામાં આવી હતી. જે મંજુરીને તાલુકા ખાતે મળેલી સામાન્ય સભામાં ઠરાવ કરીને હાટબજાર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાલુકા પંચાયત દ્વારા કરવામાં આવેલ હાટબજાર બંધ કરવાના ઠરાવનો પત્ર રીંછવાણી ગ્રામ પંચાયતને મળ્યો હતો. ગ્રામ પંચાયત રીંૅછવાણી દ્વારા આવતી કાલે શનિવારે ભરાતું

હાટબજાર સર્ં૫ૂણ બંધ રહેશે. તેની તમામ વેપારીઓ, ફેરીયાઓ અને ગ્રામજનોને નોટીસ દ્વારા જાણ કરવામાં આવી છે.