દાહોદ જીલ્લામાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આવતીકાલે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાશે

સમગ્ર રાજ્યમાં યોજાઈ રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન ૨૦૨૬’ અંતર્ગત દાહોદ જીલ્લામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીના ભાગ‚પે શ્રેણીબદ્ધ કાર્યક્રમો પૈકી તા. ૧૭/૦૯/૨૦૨૬, ગુ‚વારના રોજ દાહોદ જીલ્લાના વિવિધ સ્થળોએ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં નાગરિકો સહભાગી થઈને દીપ પ્રગટાવશે.

“સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આશીર્વાદનો દીવડો કાર્યક્રમ કેદારનાથ ધામ ચોસાલા, હનુમાન મંદિર સુખસર, અંબાજી માતાજી મંદિર ફતેપુરા, પાટડિયા હનુમાન મંદિર જવેસી, સૂખશ્ર્વેશ્ર્વર મંદિર, પાતાલેશ્ર્વર મંદિર દેવગઢ બારીયા, ઝાપટિયા કષ્ટભંજન મંદિર, પ્રણામી મંદિર ધાનપુર, હનુમાન મંદિર વણક તલાઈ, કંબોઇ ધામ ગુ‚ ગોવિંદ લીમડી, દેહદા શિવ મંદિર, નાના પાવાગઢ મંદિર, કરવારા ચામુંડા માતાના મંદિર, ભારસડા હિંગળાજ મંદિર, જેસાવાડા પદ્મનાભ મંદિર, બાવકા શિવ મંદિર, કેદારનાથ મહાદેવ મંદિર, લખેશ્ર્વરી માતાજી મંદિર, ઘુઘળ દેવ મંદિર તથા સહિત વિવિધ સ્થાનો ખાતે તારીખ ૧૭-૦૯-૨૦૨૬ ના રોજ સાંજે ૭:૩૦ કલાકે યોજાશે.