જિલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ દ્વારા તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે BAPS મંદિર હોલ, ભુરાવાવ, તા.જી. ગોધરા ખાતે મહિલા અને પુરુષ ઉમેદવારો માટે ક્લસ્ટર ઔદ્યોગિક રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં જીલ્લાના મહિલા-પુરૂષ ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો મળી રહે તે હેતુથી ધોરણ-૧૦, ધોરણ-૧૨ પાસ, ઈંઝઈંના તમામ ટ્રેડ પાસ, ગ્રેજ્યુએટ તેમજ અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે વિવિધ ટેક્નિકલ તથા નોન-ટેક્નિકલ જગ્યાઓ માટે રોજગારદાતાઓ દ્વારા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવશે અને પસંદગી પામનાર ઉમેદવારોને ઓફર લેટર આપવામાં આવશે.
ઉમેદવારોને ભરતી મેળામાં હાજર રહેતી વખતે પોતાની બાયોડેટા તથા શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો સાથે હાજર રહેવા જીલ્લા રોજગાર અધિકારી, દાહોદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ભરતી મેળાની વિગતો :-
તારીખ: ૧૮/૦૯/૨૦૨૬, શુક્રવાર
સમય: સવારે ૦૯:૦૦ કલાકે
સ્થળ:BAPSમંદિર હોલ, ભુરાવાવ, તા.જી. ગોધરા
લક્ષિત ઉમેદવારો: મહિલા અને પુરૂષ ઉમેદવારો
લાયકાત: ધોરણ-૧૦, ધોરણ-૧૨, ITI, ગ્રેજ્યુએટ તથા અન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોજીલ્લા રોજગાર વિનિમય કચેરી, દાહોદ દ્વારા લાયક ઉમેદવારોને આ રોજગાર ભરતી મેળાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે..