દાહોદના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદયકુમાર ટીલાવતે રામનગર ખાતે મમતા દિવસ સેશનની મુલાકાત લીધી

શહેરી વિસ્તારના દરેક લાભાર્થી સુધી સમયસર અને ગુણવત્તાયુક્ત માતા-બાળ આરોગ્ય સેવાઓ પહોંચાડવા અધિકારીની સૂચના .

દાહોદ જીલ્લા પંચાયતના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદયકુમાર ટીલાવત દ્વારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (UPHC), ગારખાયા હેઠળના રામનગર ખાતે યોજાયેલ મમતા દિવસ સેશનની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ તેમજ બાળકોને આપવામાં આવતી આરોગ્ય સેવાઓ અને રસીકરણ કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ તેમણે ઉપસ્થિત લાભાર્થીઓને મળતી સુવિધાઓની સમીક્ષા કરી સંબંધિત આરોગ્ય કર્મચારીઓ અને એએનએમ/આશા બહેનોને જ‚રી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

ડો. ઉદય ટીલાવતે જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારના દરેક સ્થળે માતા અને બાળ આરોગ્યલક્ષી સેવાઓ સમયસર, ગુણવત્તાયુક્ત અને અસરકારક રીતે પહોંચે તે અત્યંત જ‚રી છે. તેમણે તમામ આરોગ્ય કર્મચારીઓને પોતાની કામગીરીમાં નિયમિતતા, ગુણવત્તા અને જવાબદારી જાળવી રાખવા અનુરોધ કર્યો હતો.

આ મુલાકાત પ્રસંગે સંબંધિત અર્બન મેડિકલ ઓફિસર સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.