દે.બારીયા શહેરમાં સુન્ની મુસ્લીમોના દ્વારા જશ્નએ ગોષિયા મનાવવામાં આવે છે

દે. બારીયા શહેરમાં જશ્નએ ગોષિયાનો આયોજન રબિઉલ આખરીના પહેલા ચાંદ રાતથી પીરાને પીર દસ્તગીર શૈખ અબ્દુ કાદીર જીલાની આપની પેદાઈશના મોકા પર ઈશાની નમાઝ બાદ પરંપરાગયત રીતે મદ્રેસાએ કાદરીયા નીચવાસમાં તકદીરના પ્રોગ્રામ રાખવામાં આવે છે. જેમાં તમામ કકીદતમંદો હાજરી આપે છે. જ્યારે એારતોના પ્રોગ્રામ અશરફુલ ઉલુમ મદ્રસા કસ્બા ખાતે રાખવામાંઅ ાવી રહયા છે.જેમાં ઓરતો-યુવતીઓ પ્રોગ્રામમાં ગોસુસ શકલેન હિજરી ૪૦૭માં માટે રમઝનુલ મુબારક માસમાં બગદાદ શરીફના જીલ્લાનમાં આપી પેદાઈશના અને આપની કરામતોના બારામાં બયાો થાય છે. તેમજ તમામ સુન્ની મુસ્લીમો યથાશકિત અનુસાર પોતપોતાના ધરોમાં ખેરો બરકતના ઈરાદા રાખીને અલમ શરીફ નિશાન સાથે ખત્મે કાદરીયાના પ્રોગ્રામ રાખી અને ન્યાઝનું આયોજન કરતા હોય છે.આમ, આખો માસ નાના મોટા ન્યાઝ તથા ખત્મે કુર્આન સામે સલાતો સલામ પડવામાં આવે છે અને તેમના નામની ન્યાઝ તકસીમ કરવામાં આવે છે. આમ, પ્યારા પ્યારે સુન્ની ભાઈઓ પોતાને ધન્યતા અનુભવે છે.