ગોધરા શહેરના જાફરાબાદ શ્રીનાથ સોસાયટીના ફરિયાદીને આરોપીઓ અમિત મીના અને જીતેન્દ્રસિંહ સોલંકીએ ર્સ્કોપીયો ગાડી નંબ્ર જીજે.૦૧.ઝેડએ.૪૪૧૨ની રૂ.૫,૦૦,૦૦૦/-માં વેચાણ આપવાનું કહી ફરિયાદી સાથે ગાડીનું ગીરોખત કરેલ હતી અને ગાડીના ગીરોતર પર રૂપીયા લીધા હતા અને રૂપીયા પરત નહી આપી ફરિયાદી સાથે વિશ્ર્વાસધાત કરેલ હોય આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
એ ડીવીઝન પોલીસે આરોપીઓને અટક કરી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. આરોપી જીતેન્દ્રસિંહ સોલંકીએ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આ આગોતરા જામીન અરજી છઠ્ઠા એડી.ડીસ્ટ્રીકટ સેશન્સ જજ આર.એસ.શાહની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરએ દલીલો કરી હતી. આરોપી દાહોદ શહેરમાં આવા જ છેતરપિંડીના ગુનાના કામે પોલીસ કસ્ટડીમાં હતા. પોલીસ કસ્ટડી માંથી નાશી છુટેલ હતા અને આરોપી પોલીસ ખાતામાં નોકરી કરતો હોય તો આવા આરોપીને આગોતરા જામીન આપી શકાય નહી તેવી દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આગોતરા જામીન અરજી નામંજુર કરી.