છોટાઉદેપુર ખાતે આવેલી જીએસએફસી પરથી હજાર જેટલા ખેડુતોને સડેલુ બિયારણ અપાતા ખેડુતોમાં રોષ

છોટાઉદેપુર ખાતે આવેલી જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્ર જીએસએફસી ઉપર ખેડુતોને સડેલુ બિયારણ આપવામાં આવ્યુ હતુ. તેવો ખેડુતો આક્ષેપ કરી રહ્યા છે. આ બિયારણ 1000 જેટલા ખેડુતોને આપી દેવામાં આવ્યુ છે. તેવી માહિતી મળી છે. સડેલુ બિયારણ આપવામાં આવતા ગ્રામિણ વિસ્તારના ખેડુતોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

છોટાઉદેપુર તાલુકાના પાધરવાટ સહિત આસપાસના ગામોના લોકો બીપીએલ લાભાર્થીઓ છોટાઉદેપુર ખાતે આવેલ જીએટીએલ કિસાન સુવિધા કેન્દ્ર ઉપર બિયારણની કિટ લેવા આવ્યા હતા. ખેડુતોના જણાવ્યા મુજબ અગાઉ તા.14 નવેમ્બરના રોજ જેઓ મકાઈના બિયારણની કિટ લઈ ગયા છે. તેમાંણી ધણાએ ખેતરોમાં ઓરી પણ દીધી છે. પરંતુ પુરતી ઉગી નથી. 100માંથી 30 ટકા જેટલી જ મકાઈ ખેતરોમાં ઉગી છે. જયારે હાલમાં તાજેતરમાં મળેલી મકાઈના બિયારણનુ પેકિંગ ખોલતા તેમાં પણ સડેલી છે. તેમ જોવા મળ્યુ હતુ. અગાઉ ખેતરમાં ઓરેલી મકાઈનુ નુકસાન ખેડુતોને થયુ હોવાથી તે બાબતે કિસાન સુવિધા કેન્દ્ર ઉપર મોૈખિક રજુઆત કરતા ખેડુતોને જણાવ્યુ હતુકે, તમારે જોઈને ઓરણી કરવી જોઈએ. ખેડુતોએ ઓરેલી મકાઈ બદલી આપવા માટે પણ વાત કરી હતી. તેમ ખેડુતો જણાવી રહ્યા છે.ધણાને મકાઈ ઉગી નથી. અને નુકસાન ગયુ છે.ખેતીમાં થયેલો ખર્ચો તથા અન્ય નુકસાન ખેડુતોને પરત આપવામાં આવશે કે કેમ તે પણ મોટો પ્રશ્ર્ન સર્જાયો છે.