
કાલોલ તા. 01/12/25 શ્રીમતી સી.બી. ગર્લ્સ હાઇસ્કૂલ, કાલોલ ખાતે મોક્ષ આપનાર મોક્ષદા એકાદશીના દિવસે કુરૂક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ ભગવાને ગીતા જ્ઞાન આપ્યું હતું. આથી આ અગિયારસે ગીતા જયંતી તરીકે ઉજવામાં આવે છે. ભગવાન કૃષ્ણને મુખથી ગીતાજ્ઞાન પ્રગટ કર્યું. દરેક અવતારોની જયંતી ઉજવાય પણ એકમાત્ર ગીતા ગ્રંથ છે. જેની જયંતી ઉજવાય છે. આજથી 5000 વર્ષ પહેલા અનુષ્ટુપ છંદમાં 18 અધ્યાય અને 700 શ્લોકથી ગીતાનું સર્જન થયું હતું. આશરે 100 થી વધુ ભાષામાં જેનું ભાષાંતર થયું એવા ગ્રંથની જયંતિ એટલે ગીતા જયંતિ શાળાની વિદ્યાર્થીનીઓને આ જયંતિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાલોલ કેળવણી પ્રચારક મંડળ તથા શ્રીમતી સી. બી. ગર્લ્સ હાઇસ્કૂલ,કાલોલ સૌને ગીતા જયંતિની શુભેચ્છા પાઠવે છે.