
સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની આગેવાની હેઠળ નર્સિંગ કોલેજ અને ઠક્કર બાપા અધ્યાપન મંદિરના 310 વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી.
આજે 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઝાલોદ ખાતે ઇંઈંટ/એઇડ્સ અંગે લોકોને જાગૃત કરવા માટે વ્યાપક જનજાગૃતિ રેલી તેમજ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઉઝઇંઘ ડો. આર.ડી. પહાડીયા અને હોસ્પિટલના અધિક્ષક ડો. પ્રતિમા મહેતાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.
રેલીને હરિ ઝંડી ઝાલોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. તુષાર ભાભોર સાહેબ દ્વારા આપવામાં આવતી પ્રસ્થાન કરાવવામાં આવ્યું. રેલીને સફળ બનાવવા જ્યોદશામાં નર્સિંગ કોલેજના ટ્રસ્ટી મુકેશભાઇ ડામોર, પ્રિન્સિપાલ મેડમ પિંકલબેન ડામોર તથા સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓએ સક્રિય સહભાગિતાથી સમગ્ર શહેરમાં જનજાગૃતિનો સંદેશ પ્રસારિત કર્યો. આરોગ્ય વિભાગના સ્ટાફની હાજરીએ કાર્યક્રમને વધુ અસરકારક બનાવ્યો.
રેલી ઠક્કર બાપા અધ્યાપન મંદિર ખાતે પૂર્ણ થઈ ત્યારબાદ નર્સિંગ કોલેજ તથા અધ્યાપન મંદિરના હાજર વિદ્યાર્થીઓ માટે માહિતીપ્રદ માર્ગદર્શન સત્ર યોજાયું. STI કાઉન્સેલર અનિલ ભુરીયા, ICTC કાઉન્સેલર જયેશ મેડા, લેબ ટેકનિકિયન પ્રકાશ ડામોર અને એડોલેસન કાઉન્સેલર આશાબેન દ્વારા HIV/AIDSના લક્ષણો, સંક્રમણના માર્ગો તથા બચાવ ઉપાયો અંગે સરળ અને અસરકારક રીતે વિસ્તૃત માહિતી આપવામાં આવી.
જય દશામાં નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ HIV/એઇડ્સ વિશે જાગૃતિ ફેલાવવા માટે રોલ પ્લે રજૂ કર્યું જેમાં સામાજીક ભ્રમો, દર્દીઓ પ્રત્યે વ્યવહાર અને સુરક્ષાનો સંદેશ સ્પષ્ટ રીતે રજૂ થયો.
કાર્યક્રમમાં ઠક્કર બાપા અધ્યાપન મંદિરની પ્રિન્સિપાલ ગીતાબેન કોઠારી તથા તેમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. નર્સિંગ કોલેજ અને અધ્યાપન મંદિરના કુલ 310 વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી HIV/એઇડ્સ સામે સમાજને જાગૃત કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી. આ અવસરે સર્વાંગી વિકાસ ટ્રસ્ટ તથા હોસ્પિટલ સ્ટાફે પણ યોગદાન આપી કાર્યક્રમને સફળતા સુધી પહોંચાડ્યો. વિશ્વ એઇડ્સ દિવસે ઝાલોદમાંથી જનજાગૃતિનો સશક્ત સંદેશ પ્રસર્યો સુરક્ષા, જાગૃતિ અને સંકલ્પ સાથે સમાજને એઇડ્સ મુકત બનાવવાના પ્રયાસો આગળ ધપાવાયા.