
શ્રી ગીતા જયંતી માગશર સુદ એકાદશી નિમિત્તે શ્રીમદ ભગવત ગીતામાં શ્રીકૃષ્ણ દ્વારા ઉપદેશિત એકાત્મતા, સમાનતા, સમદ્રષ્ટિ ,સંભાવના, દિવ્ય જ્ઞાનનું મનન ચિંતન કરે અને પોતાના જીવનમાં ઉતારે ગીતા મહામૂલ્યવાન ગ્રંથ છે તે સમજે એવા શુભ આશયથી ગલાલીયાવાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ એકના 100 થી વધુ બાળકોને વસંતભાઈ કારેલીયા ડલ્લાસ યુ.એસ.એ તરફથી જયેશભાઈની યાદ માં સ્વેટર વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ દાહોદ સિટીના પ્રમુખ લાયન કમલેશ લીમ્બાચીયા, દાતાશ્રી કામિનીબેન કંથારીયા ઉમંગભાઇ દરજી, ધર્મેશભાઈ લાલપુરિયા, કોમલબેન પ્રિયદર્શી, દિવ્યાબેન વાઘેલા અને સમીરભાઈ ચૌધરી ના હસ્તે નાના ભૂલકાઓને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું. શાળાના આચાર્ય લવીન્દ્રભાઈ સંગાડા લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટીની બાળકો ઉપયોગી સેવા પ્રવૃત્તિને બિરદાવતા આભાર વ્યક્ત કર્યો હતો. આ શુભ દિવસે આપણે બધા પણ ભગવદગીતા વાંચવાનો સંકલ્પ કરીએ.