
આજરોજ ગીતા જયંતી નિમિત્તે દાહોદ શહેરના મુખ્ય માર્ગો પર નીકાળવામાં આવેલી શોભાયાત્રા નો પ્રારંભ શ્રીકૃષ્ણ પ્રણામી મંદિર, પંકજ સોસાયટી દાહોદ ખાતેથી કરવામાં આવ્યો . જેમાં દાહોદના ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીજી, પરમ પૂજ્ય 1008 મહામંડલેશ્વર શ્રીજગદીશદાસજી મહારાજ, શોભાયાત્રા પ્રેરક અને માર્ગદર્શક શ્રી ગોપાલભાઈ ધાનકા, સંતકૃપા પરિવાર ટ્રસ્ટ તરફથી શ્રીબાબુભાઈ પંચાલ, મુન્નાભાઈ યાદવ, શ્રી ધમુભાઈ પંચાલ, શ્રીનરેશભાઈ ચાવડા, યોગેન્દ્રભાઈ પાઠક, દિવ્યાંગભાઈ કાપડીયા , દિવ્યાંગભાઈ ભટ્ટ તેમજ ગુર્જર ભારતી દાહોદ અને અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દાહોદની શાળા કોલેજના આચાર્યશ્રીઓ તેમજ મોટીસંખ્યામાં ધર્મ પ્રેમી જનતા અને મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રામાં પ્રારંભે ગીતા રથમાં ભગવદ્ ગીતા નું પૂજન, આરતી કરવામાં આવી. સુશોભિત બગીમાં શ્રીકૃષ્ણ અને અર્જુન ના પાત્ર વિરાજમાન કરવામાં આવ્યા હતા. શોભાયાત્રાને ભક્તિમય બનાવવા 21 વિદ્યાર્થી બહેનોએ કળશ સાથે અને 21 વિદ્યાર્થી બહેનોએ ગીતાજી પોથી સાથે સામેલ થઈ હતી. શ્રીકૃષ્ણ પ્રણામી મંદિર થી નીકળેલ શોભાયાત્રા માણેકચોક થી નગરપાલિકા ચોક, નેતાજી બજાર, પડાવ બજારના માર્ગથી દ્વારા રામાનંદ પાર્કના સંકુલમાં પરમપૂજ્ય જગદીશદાસજી મહારાજ, શાસ્ત્રીજી નલીનભાઈ ભટ્ટ અને ગોપાલભાઈ ધાનકા એ પ્રવચન કરી ભાગવત ગીતાના સંદેશને વધુ પ્રકાશમાન કરવા સમજાવવામાં આવ્યું હતું. દાહોદ શહેરના મુખ્ય માર્ગોમાં ફરેલ શોભા યાત્રાનું સ્વાગત મનકામેશ્વર મંદિર તેમજ પીપળીયા હનુમાનજી મંદિર પર સ્વાગત કરવામાં આવ્યું હતું. નગરપાલિકા ચોક ખાતે ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા ભાગવત ગીતાના લોકો નું ઉચ્ચારણ કરી ભક્તિમય માહોલ કરવામાં આવ્યો હતો. રામાનંદ પાર્ક ખાતે ગુર્જર ભારતી દાહોદ અને અનુસૂચિત જાતિ પરિષદ ની શાળા કોલેજોના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાની જયંતિ નિમિત્તે રાખવામાં આવેલ વકૃત્વ સ્પર્ધાના પ્રથમ ક્રમાંકના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને ભગવદ્ ગીતા તથા સ્મૃતિભેટ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. રામાનંદ પાર્ક દ્વારા મોટી સંખ્યામાં આવેલા ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોનું તથા શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને એનએસએસ ના સ્વયંસેવકોનું મહાપ્રસાદ આપી શોભાયાત્રા નું સમાપન કરવામાં આવ્યું હતું.