એક ઘરના વાડામાંથી રૂપિયા 9.75 લાખ ઉપરાંતની કિંમતના વાવેતર કરેલા ગાંજાના છોડ પકડ્યા.
દાહોદ એસઓજી પોલીસની ટીમે ગઈકાલે શનિવારે સાંજના સમયે દાહોદ તાલુકાના કતવારા પોલીસ મથકની હદમાં આવેલા ખાપરિયા ગામના કાછલા ફળિયામાં રહેતા 67 વર્ષિય પનિયાભાઈ રતાભાઈ અમલીયારના ઘરના વાડામાંથી રૂપિયા 9.75 લાખ ઉપરાંતની કિંમતના પ્રતિબંધિત એવા લીલા ગાંજાના વાવેતર કરેલ છોડ નંગ-205કડી પાડી ઘર ધણી પનિયાભાઈ રત્નાભાઈ અમલીયારની ધરપકડ કરી હોવાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના ખાપરીયા ગામે કાછલા ફળિયામાં રહેતા 67વર્ષીય પનિયા ભાઈ રત્નાભાઈ અમલીયારના ઘરના વાડામાં પ્રતિબંધિત એવા ગાંજાના છોડનું વાવેતર કરેલું હોવાની ગુપ્ત બાતમી ગઈકાલે દાહોદ એસ.ઓ.જી પોલીસના હેડકોન્સ્ટેબલ દિવાન ભાઈ જામસિંગભાઈને અંગત બાતમીદાર તરફથી મળી હતી. જે બાતમીને આધારે ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના સુમારે દાહોદ એસઓજી પી.આઈ. એસ.જે.રાણા, પીએસઆઈ એમ.એમ.માળી, એએસઆઈ જયેશકુમાર શાંતિલાલ, હેડ કોન્સ્ટેબલ સુનિલભાઈ મથુરભાઈ, હેડ કોન્સ્ટેબલ ગણપતભાઈ મીઠલુભાઈહેડકોન્સ્ટેબલ દિવાનભાઈ જામસીંગભાઈ, હેડકોન્સ્ટેબલ પ્રદીપભાઈ ભીખુભાઈ, દિનુભાઈ ધીરૂભાઈ, જીતેન્દ્રભાઈ સુબાભાઈ,પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ વસનાભાઈ, અરવિંદભાઈ પાંગળાભાઈ, સંદીપભાઈ પરથીભાઈ રાજેન્દ્રભાઈ મનસુખભાઈ, મનિષાબેન અને પનીયાભાઈ અમલીયારનાઘરના વાડામાં બાતમી હકીકતની ખરાઈ કરી રેડ કરવા વર્કઆઉટ કરી રેડ કરી ઘરધણી પનીયાભાઈ અમલીયારની અટકાયત કરી તેને સાથે રાખી તેના ઘરના વાડાની ઝડતી કરતા વાડામાંથી પ્રતિબંધિત એવા વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાના લીલાછોડ મળી આવ્યા હતા. જેથી ચકાસણી માટે એફએસએલ અધિકારીને સ્થળ પર નરભેરામભાઈ વગેરેની ટીમ બાતમી વાળી જગ્યાએ પહોંચી ગઈ હતી. બોલાવી મળી આવેલ-વનસ્પતિજન્ય માદક પદાર્થના લીલાછોડનું પરીક્ષણ કરતા તે છોડ ગાંજાના છોડ હોવાનું સકારાત્મક પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. જેના આધારે રૂપિયા 9,75,500/ની કુલ કિંમતના 19.510 કિલોગ્રામ કુલ વજનના પ્રતિબંધિત એવા લીલા ગાંજાના છોડ નંગ-20 પકડી પાડી કબજે લઈ કતવારા પોલીસને ઘરધણી સાથે સુપરત કરી ફરિયાદ નોંધાવતા એ સંદર્ભે કતવારા પોલીસે ખાપરીયા ગામના 67 વર્ષીય પનિયાભાઈ રવાભાઈ અમલીયાર વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ 1985ની કલમ 20(એ) મુજબ નાર્કોટિક્સ ને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે