ઈન્દોર-અમદાવાદ હાઈવે પર કતવારા બાયપાસ પાસે કતવારા પોલીસનો સપાટો

ડુંગળીના કટ્ટાની આડમાં સંતાડી લઈ જવાતા રૂપિયા 64.11 લાખ ઉપરાંત ના વિદેશી દારૂ સાથે આઈસર ટેમ્પો પકડ્યો.

ડુંગળીના કટ્ટા,બે મોબાઈલ ફોન તથા આઈસર ટેમ્પો મળી રૂપિયા 84,26,600/-ના મુદ્દા માલ સાથે ચાલકની અટક.

ગઈકાલે મોડી રાતે કતવારા 1 પોલીસે ઈન્દોર-અમદાવાદ હાઈવે પર કતવારા બાયપાસ પાસે કશીશ હોટલ આગળ ગોઠવેલ વોચ દરમિયાન મધ્યપ્રદેશના પીટોલ બાજુથી ડુંગળીના કટ્ટાની આડમાં સંતાડીને લઈ જવાતા રૂપિયા 64.11 લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ ના જથ્થા સાથે સફેદ કલરનો ટાટા કંપનીનો આઈસર ટેમ્પો પકડી પાડી તેના ચાલકની 10હજારની રૂપિયા 20 લાખની કિંમતનો આઈસર ટેમ્પો મળી રૂપિયા 14 પિલ્સ દ્વારા સત્તાવાર જાણવા મળ્યું છે. શિયાળો તેમજ લગ્નસરાની સીઝન ને ધ્યાનમાં લઈ તગડો વેપલો રળી. લેવાની મંછા રાખી ગુજરાતના બુટલેગરો સક્રિય બન્યા છે અને પડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો વાયા દાહોદના રસ્તે ગુજરાતમાં ઘુસાડવા વિવિધ કીમીયા અપનાવી રહ્યા છે. ત્યારે બીજી તરફ દાહોદ પોલીસ પણ પોતાના બાતમીદારોને વધુ સક્રિય બનાવી તગડો નફો રળવાની બુટલેગરની મંછા પર પાણી ફેરવી રહી છે. તેવા સમયે પોતાના સ્ટાફના કર્મીઓને પેટ્રોલિયમમાં નીકળેલા કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર યુ.એમ ગાવિતને ખાનગી રાહી બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના ઝાબુઆ પીટોલ થઈ આરજે-04-જીસી-8229 નંબરના સફેદ કલરનો ટાટા કંપનીનો આઈસર ટેમ્પો માં ડુંગળીના કટ્ટાની આડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો સંતાડીને ગુજરાત તરફ જવા દાહોદ વાળા રસ્તે આવી રહ્યો છે. જે બાતમીના આધારે ક્તવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુએન ગાવીત, પીએસઆઈ વી વીનીનામાં,એ.એસ.આઈ બસીરખાન, ઈશ્વરભાઈ ભગાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ગૌતમસિંહ ફુલ સિંહ, સુરેશભાઈ ગુલસીંગભાઈ, પ્રતાપભાઈ માનજીભાઈ, નરપતસિંહ રતનસિંહ તેમજ સુરેશભાઈ જવશીંગભાઈ વગેરેનાઓની ટીમ ગત મોડી રાતે કતવારા ગામે કશીશ હોટલ આગળ ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે રોડ ઉપર કતવારા બાયપાસ પાસે વ્યૂહાત્મક વોચ ગોઠવી પોતાના શિકારની રાહ જોતી હતી તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ નંબર વાળો રાજસ્થાન પાસિંગનો ટાટા કંપનીનો સફેદ કલરનો આઈસર ટેમ્પો કશિશ હોટલ આગળ આવતા વોચમાં ઉભેલ ક્તવારા પોલીસે તેને હાથ નો ઈશારો કરી રોક્યો હતો. અને રોડની સાઈડમાં કરાવી સદર ટેમ્પોમાં શું ભરેલ છે જે બાબતે પૂછતા, ટેમ્પોનો ડ્રાઈવરે ટેમ્પો માં ડુંગળી ના કટ્ટા ભરેલ હોવાનું જણાવવા ગલ્લા ગલ્લા કરતા પોલીસે ટેમ્પોના ડ્રાઇવરને ટેમ્પોમાંથી નીચે ઉતારી તેનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ હનુમાનરામ સુખરામ જાંગુ(બિશ્નોઈ), રહે. જાંગુઓકી-પાણી ઉપરલા તાલુકો ચોહટનલજી બાડમેર (રાજસ્થાન) જણાવ્યું હતું. તે ટેમ્પોમાં શંકાસ્પદ લાગતા ઉપર ચડીને ગાડી જોતા તેમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ડુંગળીના કટ્ટાની આડમાં સંતાડેલો નજરે પડતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ટેમ્પોમાંથી રૂપિયા 64,11,600/મ કુલ કિંમતની ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કુલ નાની મોટી બોટલ નંગ-6732 ભરેલ પેટીયો નંગ-41 1 પકડી પાડી ગાડી ના ચાલક પાસેથી રૂપિયા 10 હજારની કુલ કિંમતના બે મોબાઈલ ફોન પકડી પાડી સદર દારૂના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા 20 લાખની કિંમતનો ટાટા કંપનીનો આઈસર ટેમ્પો તથા રૂપિયા 5000/-ની કુલ કિંમતના ડુંગળીના કટ્ટા નંગ-50 મળી કુલ રૂપિયા 84,26, 600/-નો મુદ્દામાલ કબજે લઈ ચાલકની પૂછ પરછ કરતા સદર દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવી હળવદ મોરબી ખાતે બુટલેગરને ત્યાં પહોંચાડવા લઈ જતો હોવાનું જણાવ્યું હતું. કતવારા પોલીસ આ સંબંધે આઈસર ટેમ્પોના ચાલક હનુમાનરામ સુખરામ જાંગુ(બિશ્નોઈ), રાજસ્થાનના બાડમેર જીલ્લાના જાગુઓકી ધાણી ઉપરલા ગામના રાજેન્દ્ર રામ ઉર્ફે રાજૂ ભાઈ દેવારામ જગુ (બિશ્રોઈ), સંસ્થા બડમેર જીલ્લાનું નુંનાડી ગામના રાજુભાઈ સોહનલાલ ત્રિવાલ બિશ્નોઈ) તથા સદર દારૂનો જથ્થો મંગાવનાર હળવદ મોરબીનો બુટલેગર મળી કુલ ચાર જણા વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.