દે.બારીયા નગર પાલિકામાં 6 વોર્ડ આવેલા છે. જેમાં 24 સભ્યો હોય છે, આઠ અપક્ષો હતા, બે કોંગ્રેસના અને 14 સભ્યો ભાજપના આઠ અપક્ષો અને બે કોંગ્રેસના તેમજ છ ભાજપના બળવાખોરો સભ્યોનો સાથ મળતા અપક્ષની બોડી બન્ને માંડ દોઢ માસ થયો હશે. ભાજપની બોડીના પ્રમુખ સામે સાત માસમાં બેવાર અવિશ્ર્વાસ આવતા તેઓનું પ્રમુદ પદ છીનવાઈ જતા તેઓ મરણીયા થયા છે. જે અપક્ષના સભ્યો લધુમતી જાતિના છે. તેઓને પાછા પરત ધરવાપસી માટે શામ-દામ-દંડ અપનાવવા કસર છોડી નથી. તેઓને 11,11,111/- અપક્ષોને ઓફર મુકી હતી. તેમ છતાં તેઓ ટશના મશના થયા નથી. તેવુું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે અને હવે અપક્ષોને ગેરલાયક ઠેરવવાના પેતરા રચાયા છે કે શું ? આવું તો અગાઉની બોડી જે કોંગ્રેસની હતી તેઓને ગેરલાયક ઠેરવીને તેઓનું રાજકારણ સમાપ્ત કરી નાખ્યું હતું. હવે હાલના અપક્ષોના સાથે થવા જઈ રહ્યું છે. બે વધુ બાળકો હોવાના અથગંડા અપનાવી તેઓની ગેરલાયક ઠેરવાશે ત્યારે ઠેરવાશે પરંતુ શહેરના વિકાસનું શું ? જો અપક્ષોએ ઉમેદવારીના ફોર્મ ભર્યા હતા. ત્યારે ફોર્મની ચકાસણી થઈ નહી હોય શું ? ફોર્મની ચકાસણીમાં જાણી સમજીને અને દેખી કરાઈ હશે તેવા અનેક સવાલો ઉપસ્થિત થયાછે. પ્રમુખ પદેથી રાજીનામું આપવું પડયું ત્યારે 6 જેટલા અપક્ષ સભ્યોને બે કરતા વધુ બાળકો હોવાનું માલુમ પડયું જ્યારે પ્રમુખપદ મારયું ત્યારે તેઓ ગેરલાયક થયા એ કેવો નિયમ છે. જ્યારે તેઓએ સભ્યપદના ફોર્મ ભરવા અને પાસ કરવા માપદંડના આધારે કરાયા તે યક્ષ પ્રશ્ર્ન છે. હાલના નવા બનેલા પ્રમુખ નિલ સોની પણ ભાજપનાહતા. તેઓને સસ્પેન્ડ કરાયા તો પણ તેઓ ભાજપની નીતિઓને અનુસરવાની ધોષણ કરી ચુકયા છે તો શહેરના વિકાસના કાર્યો થવા દેવામાં બે જુથો માંથી એકને પણ પડી નથી. હાલમાં નવા નિમાયેલા પ્રમુખે જુના પ્રમુખના મંજુર કરેલા કાર્યો જેવાં કે, હેરીટેજમાં સુમાર ટાવર ધડીયાળને ચાલુ કરાવી તેના ટકોરા જેવી રીતે સ્ટેટ સમયે પડતા હતા અને આખા શહેરવાસીઓને સંભાળતા હતા. તેવા ટાવર ધડીયાળના ટકોરા હાલમાં કાર્યરત થતા શહેરીજનોમાં ખુશી વ્યાપી છે.