ભારતમાં પાકિસ્તાન જેવો ઇસ્લામિક કાયદો લાગુ થવો જાઈએ,એનસીપી ધારાસભ્ય સના મલિક

મુસ્લિમોમાં બહુપત્નીત્વ શીખવવામાં આવ્યું છે અને તેનું પાલન કરવું જોઈએ. તેના માટે કાયદો ઘડવો જોઈએ

એનસીપી ધારાસભ્ય સના મલિક, જે એનસીપીના અજિત પવાર જૂથના સભ્ય છે, તેમણે યુસીસી પરના પોતાના નિવેદનથી મહારાષ્ટ્ર વિધાનસભામાં હંગામો મચાવ્યો. હકીકતમાં, સના મલિકે ભારતમાં કુરાન પર આધારિત કાયદા લાગુ કરવાની માંગ કરી અને ટ્રિપલ તલાકને પણ ટેકો આપ્યો.એનસીપીઁ ધારાસભ્યએ પાકિસ્તાન, કુરાન અને મુસ્લિમ પર્સનલ લોનો ઉલ્લેખ કરીને ભારતમાં ઇસ્લામિક કાયદો લાગુ કરવાની માંગ કરી. તેમણે કહ્યું કે પાકિસ્તાનની જેમ ભારતમાં પણ ઇસ્લામિક કાયદો લાગુ કરવો જાઈએ, અને અમે તેની માંગણી કરીએ છીએ.

સના મલિકે ટ્રિપલ તલાકનું સમર્થન કરતાં કહ્યું, “છૂટાછેડાના વિવિધ સ્વરૂપો છે. છૂટાછેડાના ત્રણ પ્રકાર છેઃ તલાક-એ-હસન, તલાક-એ-અહસન અને તલાક-એ-બિદ્દત. ટ્રિપલ તલાક અંગે ઘડાયેલો કાયદો એવી પ્રણાલી પર આધારિત હતો જેનો વ્યવહારમાં વ્યાપકપણે અમલ થયો ન હતો. તેનો ક્યાય ઉલ્લેખ નથી.” ત્યારબાદ તેમણે બહુપત્નીત્વ વિશે કહ્યું, “બહુપત્નીત્વ ફક્ત એક ધર્મમાં જ નહીં, પરંતુ દરેક ધર્મમાં પ્રચલિત છે. મુસ્લિમોમાં બહુપત્નીત્વ શીખવવામાં આવ્યું છે અને તેનું પાલન કરવું જાઈએ. તેના માટે કાયદો ઘડવો જાઈએ.”

ત્યારબાદ તેમણે તેમના એકસ એકાઉન્ટ પર એક વિડિઓ પોસ્ટ કર્યો, જેમાં લખ્યું, “મેં આજે વિધાનસભામાં ટ્રિપલ તલાક કાયદાના અમલીકરણ વિશે ધ્યાન ખેંચનારી રજૂઆત દરમિયાન વાત કરી.” ઘણા ધર્મોમાં બહુપત્નીત્વ પ્રચલિત છે. તેથી, કોઈપણ કાયદો લાગુ કરતી વખતે, તે બંધારણ પર આધારિત હોવો જાઈએ. કોઈ પણ ધર્મ પ્રત્યે પક્ષપાતી ન હોવું જાઈએ. મેં આ પ્રસંગે મારો અભિપ્રાય વ્યક્ત કર્યો. ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે મારા પ્રશ્નનો સકારાત્મક જવાબ આપ્યો. તેમણે કહ્યું કે એકવાર કાયદો લાગુ થઈ જાય પછી તે બધા ધર્મો પર લાગુ થશે.

આ દરમિયાન, ભાજપના નેતાઓએ આ નિવેદનો માટે તેમની ટીકા કરી છે. મહારાષ્ટ્રના મંત્રી અને ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ કહ્યું કે કેન્દ્ર સરકારે ટ્રિપલ તલાક અંગે નિર્ણય લઈ લીધો છે, પરંતુ વિધાનસભામાં બેઠેલા કેટલાક લોકો હજુ પણ કુરાન અને મુસ્લિમ ગ્રંથોને ટાંકીને સમાન નાગરિક સંહિતાનો વિરોધ કરે છે.

તેમણે કહ્યું, “સંવિધાનમાં યુસીસીનો ઉલ્લેખ છે, પરંતુ કેટલાક લોકો ફક્ત ત્યારે જ બંધારણનો ઉપયોગ કરે છે જ્યારે તેમને તેમના ગેરકાયદેસર કાર્યોને ન્યાયી ઠેરવવાની જરૂર હોય. જા કોઈ દેશના કાયદા અને બંધારણનું પાલન કરવા માંગતો નથી, તો તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપીને પાકિસ્તાન જવું જાઈએ.”