આવતા અઠવાડિયે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન અને આસિયાન વિદેશ મંત્રીઓની બેઠકોમાં ભાગ લેતી વખતે ભારતની પ્રાથમિકતાઓમાં આતંકવાદ અને ઉગ્રવાદનો સામનો કરવો, દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવી, મજબૂત સપ્લાય ચેઇન બનાવવી અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતાને પ્રોત્સાહન આપવું શામેલ હશે
.બિશ્કેકમાં એસસીઓ વિદેશ પ્રધાનોની બેઠક ઓગસ્ટના અંતમાં અથવા સપ્ટેમ્બરની શરૂઆતમાં સંગઠનના શિખર સંમેલન માટે મંચ તૈયાર કરશે. આ બાબતથી પરિચિત નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભારત ફરી એકવાર યુરેશિયન ક્ષેત્રમાં સરહદ પાર આતંકવાદનો સામનો કરવા માટે એક મજબૂત જીર્ઝ્રં મિકેનિઝમની હિમાયત કરે તેવી અપેક્ષા છે.
ફિલિપાઇન્સ ૧૯ થી ૨૪ જુલાઈ દરમિયાન આસિયાન વિદેશ પ્રધાનોની બેઠક, મંત્રીપદ પછીના પરિષદો અને દક્ષિણપૂર્વ એશિયામાં મિત્રતા અને સહકાર સંધિની ૫૦મી વર્ષગાંઠની યાદમાં કાર્યક્રમોનું આયોજન કરશે.
આ બેઠકોમાં હાજરી આપનારાઓમાં યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો, ચીનના વિદેશ પ્રધાન વાંગ યી, રશિયન વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ, ઓસ્ટ્રેલિયાના વિદેશ પ્રધાન પેની વોંગ, તેમજ ભારત, જાપાન અને ન્યુઝીલેન્ડના વિદેશ પ્રધાનો અને યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓનો સમાવેશ થવાની અપેક્ષા છે.
આ મંત્રીઓનું સપ્તાહ ‘આસિયાન પ્લસ થ્રી’ વિદેશ મંત્રીઓની બેઠક, આસિયાન પ્રાદેશિક મંચ અને પૂર્વ એશિયા સમિટ વિદેશ મંત્રીઓની બેઠક સાથે સમાપ્ત થશે.આસિયાન બેઠકો દરમિયાન ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક પણ થઈ શકે છે, કારણ કે ચારેય ક્વાડ સભ્યો મનીલામાં હાજર રહેવાની અપેક્ષા છે. આ બેઠક મે મહિનામાં નવી દિલ્હીમાં યોજાયેલી ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક પછી થશે.