આગામી દિવાળીના પાવન તહેવારો દરમિયાન નાગરિકો આનંદ અને ઉલ્લાસ સાથે સલામત રીતે ઉજવણી કરી શકે તે માટે દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ લોકજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તહેવારની ઉજવણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો સુરક્ષિત રહે તે હેતુસર કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરી દ્વારા દિવાળી સુરક્ષા અંગેના મહત્ત્વપૂર્ણ ‘કરો અને ના કરો’ (ઉજ્ઞ’ત ફક્ષમ ઉજ્ઞક્ષ’તિં)ના સૂચનો જાહેર કરવામાં આવ્યા છે.
દિવાળીના તહેવાર ટાણે ફટાકડા ફોડતી વખતે અને દીવા-મીણબત્તી પ્રગટાવતી વખતે નાગરિકોએ પૂરતી તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.
-જરી સૂચનાઓ – આટલું કરો (સાવચેતી એ જ સુરક્ષા) :
યોગ્ય પોશાક: ફટાકડા ફોડતી વખતે હંમેશા ફૂટવેર (ચંપલ/બૂટ) પહેરો અને ક્યારેય હાથમાં ફટાકડા રાખીને ફોડશો નહીં.
સુરક્ષિત સાધન : ફટાકડા ફોડવા માટે સ્પાર્કલર (તારામંડળ) અથવા અગરબત્તીનો ઉપયોગ કરો. દીવા કે મીણબત્તીની આસપાસ ફટાકડા ખુલ્લા ન છોડો.
ઈમરજન્સી વ્યવસ્થા : આગ કે અકસ્માત જેવી કટોકટીની સ્થિતિ માટે ઘર આંગણે પાણી અને રેતી ભરેલી ડોલ અગાઉથી જ પાસે રાખો.
બાળકોની સુરક્ષા : ફટાકડા હંમેશા વડીલોની હાજરી અને દેખરેખ હેઠળ જ ફોડો.
ફટાકડામાં વિલંબ : જો કોઈ ફટાકડું ફૂટવામાં સમય લેતું હોય, તો તેની સાથે છેડછાડ કરવાનું ટાળો અને દૂર રહો.
આગ અટકાવવાના ઉપાયો: કપડાંમાં આગ લાગે તો ’થોભો, ફટાકડા દૂર કરો અને જમીન પર આળોટો’. આગ ન ઓલાય તો અસરગ્રસ્ત વ્યક્તિને તરત જ બ્લેન્કેટમાં વીંટાડી દો.
-ખાસ સાવચેતી – આટલું ન કરો :
સરકાર દ્વારા પ્રતિબંધિત કે જાહેર કરાયેલા નિષેધ વિસ્તારો અને માર્ગદર્શિકા વિદ્ધ ફટાકડાનો ઉપયોગ કરશો નહીં.
રોકેટ કે અન્ય ફટાકડા છોડવા માટે કાચની બોટલો કે ક્ધટેનરનો ઉપયોગ ક્યારેય ન કરો તથા ફટાકડા પર કોઈપણ પ્રકારનું ક્ધટેનર ઢાંકો નહીં.
ફેક્ટરી કે ઉદ્યોગોના પરિસરમાં ફટાકડા લાવવા કે ફોડવા નહીં.
ફટાકડા ફોડતી વખતે ભૂલથી પણ સિન્થેટિક (નાયલોન/પોલિયેસ્ટર વગેરે) કપડાં પહેરવા નહીં, કારણ કે તે ઝડપથી આગ પકડી લે છે.
ફટાકડા ઝાડ, સૂકો કચરો, જ્વલનશીલ પદાર્થો અથવા ઇલેક્ટ્રિક વાયરોથી હંમેશા દૂર રહીને ફોડો.
ગીચતાવાળી જગ્યાએ કે બંધ ઘરોની અંદર ફટાકડા ફોડવાનું ટાળો અને ફટાકડા ક્યારેય તમારા ખિસ્સામાં રાખશો નહીં.
કટોકટીની સ્થિતિ માટે હેલ્પલાઇન નંબરો :
કોઈપણ પ્રકારની કટોકટી કે ઈમરજન્સી સેવા માટે નાગરિકો જીલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરી શકે છે:
-જીલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ મ ફોન નંબર: ૦૨૬૭૩-૨૩૯૨૭૭
ટોલ ફ્રી નંબર: ૧૦૭૭
દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને સુરક્ષિત, આનંદદાયક અને હર્ષોલ્લાસભરી દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.