-મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ અને ગુજરાત ઈજછ ઓથોરિટીના સહયોગથી ટીબી દર્દીઓને પોષણ સહાય.
કેન્દ્ર સરકારના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને સારવાર દરમિયાન પૂરતું પોષણ મળી રહે અને તેમની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવા ઉમદા હેતુથી ગરબાડા તાલુકાના ૪૭ ટીબી દર્દીઓને નિ:શુલ્ક ન્યૂટ્રિશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય કાર્યક્રમમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા નિક્ષય મિત્ર (Ni-kshayMitra) તરીકે તથા ગુજરાત ઈજછ ઓથોરિટીના સહયોગથી પોષણ કીટ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. જ્યારે અક્ષયપાત્ર ફાઉન્ડેશન દ્વારા કીટ ડિલિવરી પાર્ટનર તરીકે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ટીબીના દર્દીઓને સારવારની સાથે પોષણયુક્ત આહારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ટીબીની સારવાર દરમિયાન નિયમિત દવાઓ લેવાની સાથે યોગ્ય પોષણ, પૂરતો આરામ અને પરિવારજનોનો સહયોગ પણ ખૂબ જ જરી છે. આ પ્રકારની પોષણ સહાયથી દર્દીઓને સારવાર પૂર્ણ કરવામાં પ્રોત્સાહન મળે છે અને ટીબી સામેની લડાઈ વધુ મજબૂત બને છે.
આ પ્રસંગે જીલ્લા ક્ષય અધિકારી ડો. આર.ડી. પહાડિયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. અવિનાશ ડામોર, તાલુકા હેલ્થ સુપરવાઈઝર કાંતિભાઈ કટારા, તાલુકા સિનિયર ક્લાર્ક દિલીપભાઈ સંગાડા,સહિત સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર, સિનિયર લેબોરેટરી સુપરવાઈઝર, MPHW કર્મચારીઓ, ટીબીના દર્દીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પહેલ માત્ર પોષણ કીટના વિતરણ પૂરતી સીમિત ન રહેતા ટીબીના દર્દીઓ પ્રત્યે સામાજીક સંવેદના, સહયોગ અને જવાબદારીની ભાવનાનો સુંદર સંદેશ આપે છે. કોર્પોરેટ ક્ષેત્ર, સામાજીક સંસ્થાઓ અને આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસોથી ટીબી મુક્ત ભારતના રાષ્ટ્રીય સંકલ્પને સાકાર કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. યોગ્ય સારવાર, પોષણયુક્ત આહાર અને સામાજીક સહયોગના સમન્વયથી જ ટીબી મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકાશે.