ગોધરાના છબનપુર બાઈકને ટકકર વાગતા બાઈક પાછળ બેઠેલ મહિલાને ગંભીર ઈજાઓ થતાં મોત

ગોધરા તાલુકાના છબનપુર બ્રીજ પસાર થતાં રોડ ઉ૫રથી બાઈક ચાલક પોતાની બાઈક લઈ પસાર થતા હોય દરમિયાન ફોર વ્હીલ ગાડી નં. કેએ.૦૧.એનસી.૦૧૫૦ પાછળ ઓવરટેક લેતા હોય ત્યારે બાઈકને ટકકર મારતાં ચાલકને ઓછી વધતી ઈજાઓ પહોંચાડી તેમજ પાછળ બેઠેલ મહિલાને ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

ગોધરા તાલુકાના છબનપુર બ્રીજ પસાર થતા રોડ ઉપરથી રણજીતસિંહ સોનાભાઈ બારીયા પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે રોડ ઉપર ચાલતી કાર નંબર કેએ.૦૧.એનસી.૦૧૫૦ની પાછળ ઓવર ટેક લેતા હોય અને બાઈકને ટકકર મારતા ચાલક રણજીતસિંહને ઓછી વધતી ઈજાઓ પહોંચાડતી હતી. તેમજ પાછળ બાઈક પાછળ બેઠેલ મંગુબેન રણજીતસિંહ બારીયા માથા અને પેઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.