
હાલોલ,હાલોલ તાલુકાના ગોપીપુરા ગ્રામ પંચાયતના 2018 થી 2023ના તત્કાલીન સરપંચ પોતાના આર્થિક લાભ માટે લાભાર્થીના ધર પાસે સંરક્ષણ દિવાલ બનાવ્યા વગર ખોટા વાઉચરો નવા દસ્તાવેજ બનાવી 4 લાખ રૂપીયા ઉચાપત કરી વિશ્ર્વાસધાત છેતરપિંડી કરી સરકારને આર્થિક નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
વિસ્તૃત વિગતો મુજબ હાલોલ તાલુકાના ગોપીપુરા ગ્રામ પંચાયતમાં 2018 થી 2023 દરમિયાનના તત્કાલીન સરપંંચ રામચંદ્ર રમણલાલ બારીયા એ સરપંચના હોદ્દાઓનીરૂએ આર્થિક ફાયદો મેળવવા માંગતા હોય તેમના દ્વારા લાભાર્થી રાઠવા રતનભાઈ અલસીંગભાઇના ધર પાસે સંરક્ષણ દિવાલ બનાવ્યા વગર ખોટા વાઉચરો અને દસ્તાવેજો ઉભા કરી તેના સાચા તરીકે ઉપયોગ કરી ખોટા હિસાબો રાખી રૂપીયા 4 લાખની ઉચાપત કરી તથા વિશ્ર્વાસધાત છેતરપિંડી કરી ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર કરી સરકારને આર્થિક નુકશાન કર્યાની ફરિયાદ હાલોલ પોલીસ મથકે નોંધાવા પામી છે.