
મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં ગુરુવારે શંકાસ્પદ ફૂડ પોઇઝનિંગના કારણે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ના ૭૫ સૈનિકો અને ત્રણ અન્ય લોકોને હોસ્લપિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉલટી અને ઉબકાની ફરિયાદ બાદ બધાને રિજનલ ઇન્ટ્યૂસ્ટટી ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર,બીએસએફ સૈનિકો અને ત્રણ નાગરિકોને ગુરુવારે બપોરે ૧ વાગ્યાની આસપાસ હોસ્માંપિટલ લાવવામાં આવ્યા હતા. નાસ્તો ખાધા પછી તેમની તબિયત બગડી ગઈ હતી અને તેમને ઉલટી અને ઉબકા આવવા લાગ્યા હતા.આરઆઇએમએસના એક અધિકારીએ જણાવ્યું હતું કે તમામ દર્દીઓને તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં સારવાર આપવામાં આવી હતી. હાલમાં, તેમની સ્તિથિ સ્રથિ છે. શરૂઆતમાં તેમની બીમારી ફૂડ પોઇઝનિંગને કારણે હોવાની શંકા છે.
મણિપુરમાં સુરક્ષા દળોએ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા બે આતંકવાદીઓને ખંડણી પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી છે. પોલીસે બુધવારે આ જાહેરાત કરી હતી. પોલીસના નિવેદન અનુસાર, રાજ્ય પોલીસ કમાન્ડોની એક ટીમે મંગળવારે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના સિંગજામેઈ વિસ્તારમાં એક કાર્યવાહી હાથ ધરી હતી અને કાંગલેઇપાકના પ્રતિબંધિત પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટીના ૩૯ વર્ષીય સક્રિય સભ્ય અહોંગશાંગબામ પિંકુમાણી સિંહની ધરપકડ કરી હતી. એક અલગ કાર્યવાહીમાં, સુરક્ષા દળોએ વિષ્ણુપુર જિલ્લાના ક્વાક્તા વિસ્તારમાંથી પ્રતિબંધિત કાંગલેઇપાક કોમ્યુનિસ્ટ પાર્ટી (વાંગલેન) ના ૬૦ વર્ષીય સભ્ય મોહમ્મદ અબ્દુલ હકીમની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, તે કથિત રીતે આ વિસ્તારમાં ખંડણી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. પોલીસે જણાવ્યું હતું કે મે ૨૦૨૩ માં રાજ્યમાં વંશીય હિંસા ફાટી નીકળી ત્યારથી, સુરક્ષા દળો તમામ જિલ્લાઓમાં સરહદી અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત શોધખોળ કામગીરી ચલાવી રહ્યા છે. વધુમાં, સુરક્ષાને મજબૂત બનાવવા માટે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે મે ૨૦૨૩ થી, મણિપુરમાં મેઇતેઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય સંઘર્ષમાં ૨૬૦ થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. દરમિયાન, કેન્દ્ર સરકારે નવી હિંસાને ધ્યાનમાં રાખીને આફસા હેઠળ મણિપુરને છ મહિના માટે ‘અશાંત વિસ્તાર’ જાહેર કર્યો છે.