છોટા ઉદેપુરમાં મેરેથોન ૨.૦ ની ટીશર્ટ-કેપનું કલેકટરે કર્યું લોન્ચ

છોટા ઉદેપુરમાં યોજાનારી મેરેથોન ૨.૦ ની તૈયારીના ભાગ‚પે ટીશર્ટ અને કેપનું લોન્ચિંગ કરાયું છે. સેવા સદન ખાતે કલેક્ટર ગાર્ગી જૈનના હસ્તે આ લોન્ચિંગ થયું હતું.

આગામી ૧૩ ડિસેમ્બરે મેરેથોન ૨.૦ નું આયોજન કરાયું છે. તેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તે માટે તૈયારીઓ ચાલી રહી છે. મેરેથોન પહેલા પ્રી-ઇવેન્ટ્સ પણ યોજાઈ રહી છે.

કલેક્ટર ગાર્ગી જૈને આ પ્રસંગે કહ્યું કે, આ મેરેથોન જીલ્લાની ઓળખ બનશે. તેમણે મેરેથોનને નવા સ્તરે લઈ જવાની વાત કરી અને વધુમાં વધુ લોકોને તેમાં જોડાવા અપીલ કરી.