
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓપનર અભિષેક શર્મા જાપાન સામેની ટી ૨૦ મેચમાં પહેલા જ બોલ પર કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો (ગોલ્ડન ડક). આ ગોલ્ડન ડક સાથે, અભિષેકે ખૂબ જ અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો. આ ૨૦૨૬ માં તે ૧૦મી વખત શૂન્ય આઉટ થયો છે અને ટી ૨૦ ક્રિકેટના ઇતિહાસમાં એક જ વર્ષમાં ૧૦ શૂન્ય આઉટ થનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામેની પાછલી મેચમાં શાનદાર સદી ફટકારી હતી.
આ ગોલ્ડન ડક સાથે, અભિષેક શર્માએ બે દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દૃીધા. તે ટી ૨૦ ક્રિકેટના એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ડક આઉટ કરનાર બેટ્સમેન બન્યો. તેના પહેલા, અફઘાનિસ્તાનના રાશિદ ખાન (૨૦૧૯ માં) અને પાકિસ્તાનના શાદાબ ખાન (૨૦૨૪ માં) નવ-નવ વખત ડક આઉટ થયા હતા. વધુમાં, અભિષેક ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી વધુ ગોલ્ડન ડક આઉટ કરનાર ભારતીય ઓપનર પણ બન્યો. તે પાંચ વખત પહેલા બોલ પર આઉટ થયો છે, જ્યારે રોહિત શર્મા ચાર વખત આઉટ થયો છે. તેણે આ સંદર્ભમાં રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો છે.
ટી ૨૦ માં સૌથી વધુ ગોલ્ડન ડક ધરાવતા ભારતીય ઓપનર્સ
૫ – અભિષેક શર્મા
૪ – રોહિત શર્મા
૩ – સંજુ સેમસન
૨ – કેએલ રાહુલ
૧ – મુરલી વિજય
ભારત અને જાપાન ખૂબ જ રોમાંચક મેચ રમી. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં જાપાનને ફક્ત ૨ રનથી હરાવ્યું. વરસાદને કારણે મેચ ૫-૫ ઓવરની કરવામાં આવી હતી. ટોસ જીતીને પ્રથમ બેિંટગ કરવાનો નિર્ણય લીધા બાદૃ, ભારતીય ટીમે ૫ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૩૨ રન બનાવ્યા હતા, જેમાં કેપ્ટન શ્રેયસ ઐયરે ૧૬, સંજુ સેમસન ૯ અને ઇશાન કિશન ૩ રનનું યોગદૃાન આપ્યું હતું. જવાબમાં, ૩૩ રનના લક્ષ્યાંકનો પીછો કરતા જાપાન ૫ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ફક્ત ૩૦ રન જ બનાવી શક્યું હતું. જાપાનને છેલ્લી ઓવરમાં જીત માટે ૮ રનની જર હતી, પરંતુ અક્ષર પટેલે શાનદૃાર બોિંલગ કરીને ભારતને જીત અપાવી. ભારત અને જાપાન વચ્ચે આ પહેલીવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાઈ હતી.