
ગોધરા,
પંચમહાલ જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સામાજિક સહાયતા કાર્યક્રમ (NSAP) અંતર્ગત જીલ્લા કક્ષાની સલાહકાર સમિતિની બેઠક જિલ્લા સેવા સદન કલેકટર કચેરી ખાતે મળી હતી.
જેમાં સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગની યોજનાઓ ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ઘ પેન્શન યોજના, ઈન્દિરા ગાંધીરાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, સંત સુરદાસ યોજના, મનોદિવ્યાંગ પેન્શન યોજના, નિરાધાર વૃદ્ઘ પેન્શન યોજના,ગંગાસ્વ રૂપા પેન્શન સહાય યોજના તથા પાલક માતા પિતા યોજનાની અમલવારી અને કામગીરીની થયેલ પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
હાલમાં NSAP Portal 5રની કુલ 9 યોજનાઓથી પંચમહાલ જીલ્લાના કુલ 1,10,221 લાભાર્થીઓ લાભ લઇ રહેલ છે. આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લોકોને મળે તે માટે તથા તમામ યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય તે માટે અધ્યક્ષસ્થાનેથી સુચનો કરાયા હતા.
આ પ્રસંગે યોજનાકીય પ્રેઝન્ટેશન જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારી દ્વારા રજૂ કરાયું હતું. આ બેઠકમાં સબંધીત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.