
ઝાલોદ તાલુકાના મહુડી ગામે આવેલ કેસરી નંદન હનુમાનજી મંદિરમાં વર્ષ ૨૦૨૬નો ત્રીજો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અતિ ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણમાં ઉજવાયો. સમગ્ર કાર્યક્રમમાં જય રામ અને જય હનુમાનના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યો.
આ પાવન અવસરે હવનપૂજા તથા પૂજનઅર્ચન સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવ્યા. વિધિ દરમ્યાન વૈદિક મંત્રોચ્ચાર સાથે હનુમાન દાદાની કૃપા માટે શ્રદ્ધાળુઓએ પ્રાર્થનાઓ અર્પી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની રહ્યું.
મંદિરની સ્થાપના જેસીંગભાઈ વસૈયાના પરિવાર દ્વારા કરવામાં આવી હતી અને ત્યારથી દર વર્ષે આ ઉત્સવ પાટોત્સવ પે નિયમિત રીતે ઉજવવામાં આવે છે, જે આસ્થાનો અને પરંપરાનો ઉત્તમ ઉદાહરણ છે.
આ મહોત્સવને સફળ બનાવવા માટે એપીએમસી ઝાલોદના ડિરેક્ટર જેસીંગભાઈ વસૈયા, એપીએમસી ઝાલોદના ડિરેક્ટર તેમજ ભાજપા દાહોદ જીલ્લાના મંત્રી અનિતાબેન મછાર સહિતના આગેવાનોનો સક્રિય સહકાર રહ્યો. તેમના માર્ગદર્શન અને સેવાભાવથી સમગ્ર કાર્યક્રમ સુચા રીતે અને ભવ્યતાપૂર્વક સંપન્ન થયો.
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહી હનુમાન દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે વિસ્તારમાં ધાર્મિક ચેતના અને સામૂહિક એકતાને નવી ઊર્જા આપી.