
અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચેની પ્રથમ ટી ૨૦ મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ હાઈ-સ્કોરિંગ મેચમાં, અફઘાનિસ્તાને ઝિમ્બાબ્વેને ૧૯ રનથી હરાવીને શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી. સ્ટાર ઓલરાઉન્ડર અઝમતુલ્લાહ ઓમરઝાઈએ અફઘાનિસ્તાનની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે પહેલા બેટથી શાનદાર સદી ફટકારી અને પછી બોલથી વિકેટ લીધી. આ સદી દરમિયાન ઓમરઝાઈએ અનેક રેકોર્ડ બનાવ્યા. આ મેચમાં અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને પણ એક મહત્વપૂર્ણ રેકોર્ડ બનાવ્યો.
અઝમતુલ્લાહ ઓમરઝાઈએ ૬ઠ્ઠા નંબર પર બેટિંગ કરતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું. જ્યારે અફઘાનિસ્તાન માત્ર પાંચ રનમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ ખરાબ સ્થિતિમાં હતું, ત્યારે ઓમરઝાઈ મેદાન પર આવ્યો અને માત્ર ૫૦ બોલમાં ૧૧૬ રન બનાવ્યા. તેની વિસ્ફોટક ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને ૧૨ છગ્ગાનો સમાવેશ થાય છે, જેનો સ્ટ્રાઇક રેટ ૨૩૨ છે. તેણે માત્ર ૪૪ બોલમાં પોતાની સદી પૂરી કરી, જેનાથી તેની ટીમ ૨૨૧ સુધી પહોંચી.
અઝમતુલ્લાહ ઉમરઝાઈ ટી૨૦ આંતરરાષ્ટÙીય મેચમાં છઠ્ઠા નંબર પર કે તેથી નીચેના નંબર પર બેટિંગ કરતી વખતે સદી ફટકારનાર પૂર્ણ સભ્ય ટીમના ઇતિહાસમાં પ્રથમ ખેલાડી બન્યો. આ પહેલા, આ રેકોર્ડ ઇંગ્લેન્ડના સેમ બિલિંગ્સના નામે હતો, જેમણે ૨૦૧૯ માં બેસ્ટાયરના વોર્નર પાર્ક ખાતે વેસ્ટ ઇન્ડીઝ સામે ૮૭ રન બનાવ્યા હતા. ઉમરઝાઈ ૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં છઠ્ઠા અથવા તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરતી વખતે સદી ફટકારનાર વિશ્વનો પાંચમો ખેલાડી છે.
અઝમતુલ્લાહ ઉમરઝાઈ ૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં છઠ્ઠા અથવા તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરતી વખતે એક ઇનિંગમાં ૧૦ કે તેથી વધુ છગ્ગા ફટકારનાર પૂર્ણ સભ્ય ટીમના ઇતિહાસમાં પ્રથમ બેટ્સમેન બન્યો. અગાઉ, આ રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ કિરોન પોલાર્ડના નામે હતો. બાદમાં પોલાર્ડની બરાબરી દક્ષિણ આફ્રિકાના યુવા ખેલાડી ટ્રિસ્ટન સ્ટબ્સ અને શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ કરી હતી. આ ત્રણેય ખેલાડીઓએ છઠ્ઠા અથવા તેનાથી નીચેના નંબર પર બેટિંગ કરતી વખતે એક ઇનિંગમાં આઠ છગ્ગા ફટકાર્યા હતા.