
મહેસાણા જિલ્લાના વિસનગર વિસ્તારમાં ચંદનનાં વૃક્ષોની ચોરીની ઘટના સામે આવી છે. બાસણા ગામ નજીક ગઢા રોડ પર આવેલા એક ખેતરમાંથી તસ્કરો કુલ ૧૪ ચંદનનાં વૃક્ષો કાપીને ફરાર થઈ ગયા હતા. કિંમતી વૃક્ષોની ચોરી થતાં સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ખેતરમાંથી ચંદનનાં વૃક્ષો ગાયબ હોવાનું ધ્યાનમાં આવતાં માલિકને ચોરીની જાણ થઈ હતી. ત્યારબાદ તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
ચંદનનાં કિંમતી વૃક્ષોની ચોરીની ઘટનાને પગલે આસપાસના ખેતર માલિકો અને સ્થાનિક લોકોમાં ચિંતા ફેલાઈ છે. તસ્કરો કોણ હતા અને કાપેલાં વૃક્ષો ક્્યાં લઈ જવામાં આવ્યાં છે, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.