અમદાવાદના રબારી કોલોની પાસે હિટ એન્ડ રન, આઈસરની ટક્કરે ૫૦ વર્ષીય આનંદ સક્સેનાનું મોત

અમદાવાદના રબારી કોલોની વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. પૂરઝડપે આવેલી આઈસરે રસ્તા પરથી પસાર થઈ રહેલા ૫૦ વર્ષીય આનંદભાઈ સુદામા સક્સેનાને ટક્કર મારતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આઈસર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, આનંદભાઈ સક્સેના રબારી કોલોની કેનાલ ચાર રસ્તા પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરઝડપે આવેલી આઈસરે તેમને અડફેટે લીધા હતા. ટક્કરના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.

ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માત સર્જીને ફરાર થયેલા આઈસર ચાલકને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે. આ માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે