રાજકોટમાં બજાર ખુલતાની સાથે જ સિંગતેલના ભાવમાં ભડકોઃ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

રાજકોટ તેલ બજારમાં સિંગતેલના ભાવમાં ડબ્બે રૂ. ૨૦થી ૩૦નો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ભાવવધારાને કારણે સિંગતેલના ૧૫ કિલોના ડબ્બાનો ભાવ રૂ. ૩,૧૫૦ની સપાટી વટાવી ગયો છે. દિવાળી બાદ સતત વધી રહેલા ભાવને કારણે બજારમાં ગરમાવો આવી ગયો છે અને રિટેલ ગ્રાહકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

શાકભાજી, કઠોળ અને મસાલા બાદ હવે સિંગતેલના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. વેપારીઓના જણાવ્યા મુજબ, બજારની વર્તમાન સ્થિતિ જોતા આગામી દિવસોમાં પણ ભાવમાં વધુ વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલું જ નહીં, આખા વર્ષ દરમિયાન સિંગતેલના ભાવમાં કોઈ મોટો ઘટાડો નહીં આવે તેવી શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે, જે સામાન્ય જનતા માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.

બજારના જાણકારોના મતે, સિંગતેલના ભાવમાં થઈ રહેલા સતત ભાવ વધારા પાછળ પુરવઠા અને માંગનું અસંતુલન જવાબદાર છે. એક તરફ મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થતા બજારમાં સિંગતેલના પુરવઠા પર સીધી અસર પડી છે, તો બીજી તરફ બજારમાં સિંગતેલની માંગ યથાવત જળવાઈ રહી છે. ઓછા પુરવઠા સામે સતત રહેતી માંગને કારણે તેલ મિલો અને બજારમાં ભાવ ઊંચકાઈ રહ્યા છે.

ખુલતી બજારમાં સિંગતેલના ભાવમાં ડબ્બે રૂ.૨૦થી ૩૦નો વધારો…

સારી ક્વોલિટીના સિંગતેલનો એક ડબ્બો રૂ.૩૧૫૦ને પાર…

સિંગતેલના ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાશે…

ઉત્પાદન ઘટતાં બજારમાં પુરવઠા પર અસર…

બીજી તરફ સિંગતેલની માંગ યથાવત રહેતાં ભાવમાં ઉછાળો….

દિવાળી બાદ હવે સિંગતેલના ભાવમાં સતત તેજીનો માહોલ…

આગામી દિવસોમાં પણ ભાવ વધવાની પૂરેપૂરી શક્યતા…

વર્ષ દરમિયાન સિંગતેલના ભાવમાં ઘટાડો નહીં આવે તેવી વેપારીઓની આગાહી…