
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત આજ રોજ ધી એમ. જી. એસ. હાઇસ્કૂલ ખાતે માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યુ હતું. કુદરતી પદાર્થો/તેમજ કુદરતી રંગોનો ઉપયોગ કરી રંગોળીનું આયોજન કરવામાં આવ્યુ હતું. વિધાર્થીઓએ માનવ સાંકળ થી ભારતનો નકશો બનાવ્યો હતો જે આકર્ષણ નુ કેન્દ્ર બન્યો હતો આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સંજયભાઈ રાઠોડ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હિતેશભાઇ ભાટીયા, બી.આર.સી. આશિષભાઈ ગજ્જર, કાલોલ કેળવણી પ્રચારક મંડળના મંત્રી વિરેન્દ્રભાઈ મહેતા, ઉપપ્રમુખ જયંતકુમાર મહેતા, ટ્રેઝરર યોગેશકુમાર એન. મહેતા, સહમંત્રી મનોજકુમાર પરીખ, ધી એમ.જી.એસ. હાઇસ્કૂલના ઈ.આચાર્ય વી.એ.ચૌહાણ, સી.બી.ગર્લ્સ, હાઇસ્કૂલના ઇ.આચાર્ય નારાયણભાઈ પટેલ. પત્રકાર મિત્રો તથા આમંત્રિત મહેમાનો તેમજ શાળા પરિવારના સ્ટાફમિત્રો, વિધાર્થીઓ-વિધાર્થીનીઓ જોડાઇને આ કાર્યક્રમને ખૂબ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો અને વિકસીત ભારતના આયોજનને સફળ બનાવ્યો હતો.