
બસપા સુપ્રીમો અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ મંગળવારે વિદ્યાર્થીઓ અને યુવાનોના મુદ્દા પર કેન્દ્ર અને રાજ્ય સરકારો પર નિશાન સાધ્યું. તેમણે કહૃાું કે શાસક અને વિપક્ષી પક્ષો એક યા બીજા મુદ્દાની આડમાં લોકોનું ધ્યાન મુખ્ય મુદ્દાઓ પરથી હટાવી રહૃાા છે. વિદ્યાર્થી અને સામાન્ય જનતાના આંદૃોલનોને રાજકીય પક્ષોના રાજકારણનો ભાગ બનવા દેવી જોઈએ નહીં.
માયાવતીએ કહૃાું કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થી અને યુવા આંદૃોલનને હાઇજેક કર્યું હતું. હવે, ભાજપ અને તેના સાથી પક્ષો ઝારખંડની રાજધાની રાંચીમાં ચાલી રહેલા વિદ્યાર્થી અને યુવા આંદૃોલનના સમર્થનમાં આગળ આવી રહૃાા છે. તેમણે આરોપ લગાવ્યો કે બંને જગ્યાએ યુવાનોની સમસ્યાઓના ઉકેલ કરતાં ચૂંટણી રાજકારણ વધુ દૃેખાય છે.
તેમણે દૃેશભરના વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને શાસક અને વિપક્ષી પક્ષો દ્વારા કથિત કાવતરાઓથી દૃૂર રહેવા અને તેમની સમસ્યાઓના ઉકેલ માટે રાજકીય પક્ષોનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી.
રોજગારના મુદ્દા પર, બસપાના વડાએ કહૃાું કે તેમની સરકારે વિદ્યાર્થીઓ અને યુવાનોની સમસ્યાઓ પર વિશેષ ધ્યાન આપ્યું છે. સરકારી ભરતી પરનો પ્રતિબંધ હટાવીને, લાખો લોકોને રોજગારની તકો આપવામાં આવી, અને પોલીસ સહિત અન્ય વિભાગોમાં નવી જગ્યાઓ બનાવવામાં આવી. માયાવતીએ ખાનગી ક્ષેત્રમાં પણદલિતો, આદિવાસીઓ અને પછાત વર્ગો માટે અનામતની માંગ કરી. તેમણે કહૃાું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર સમુદૃાયે બસપાને મજબૂત બનાવવી જોઈએ.