
કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં ૨૦ થી ૨૫ જેટલા મકાનો જર્જરિત હાલત માં તેમ છતાં સ્થાનિક તંત્રના આંખ આડા કાન સ્થાનિક તંત્રનો ગામજનોને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કરતું હોય તેવા ગ્રામજનોના આક્ષેપ વેજલપુર મેન બજારમાં આવેલ હોળી ચકલા વિસ્તારમાં આજે વહેલી સવારે જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. ત્યારે બીજી તરફ ગઈ કાલે શનિવારના રોજ માળી ફળિયાના નાકા પાસે જાહેર રસ્તા ઉપરનું જર્જરીત મકાન ધરાશાયી થયું હતું અને એજ વિસ્તારમાં ૧૫ દિવસ પહેલા એની બાજુનું મકાન ધરાશાયી થયું હતું. આમ, કુલ ૧૫ દિવસમાં કુલ ત્રણ મકાન ધરાશાયી થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. જેથી સ્થાનિક તંત્ર ગામમાં મોટી હોનારત સર્જાય તે પહેલા યોગ્ય પગલાં લઈ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. વેજલપુર ગામમાં ૨૦ થી ૨૫ મકાનો જર્જરીત હાલતમાં તેમ છતાં સ્થાનિક તંત્રના પેટનું પાણી હલતું નથી. ગામમાં જાહેર રસ્તા ઉપર અનેક જર્જરીત મકાનો એક સાથે બીજું ધરાશાયી થયું સ્થાનિક તંત્ર મોટી હોનારતની રાહ જોતું હોય તેવું લોકોનું અનુમાન આખા ગામમાં અનેક જર્જરીત મકાનો કોઈનો જીવ લેશે. ત્યારે સ્થાનિક તંત્ર દોડતું થશે તેવી લોક મુખે ચર્ચાઓ જર્જરિત મકાનો નિર્દોષ વ્યક્તિનો ભોગ લેશે પછી સ્થાનિક તંત્ર કાર્યવાહી કરશે. આખા ગામમાં અનેક જર્જરિત મકાનો મોતનો યમરાજ બનીને બેઠો હોય તેવો લોકોમાં ભયનો માહોલ કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં આવેલા માળી ફળિયામાં પંદર દિવસ પહેલા પણ એક મોટી હોનારત સર્જાય હતી અને એક જર્જરિત મકાનનો આગળનો ભાગ ધરાશાયી થયો હતો. સદનસીબે જાનહાની ટળી હતી ત્યારે ફળી શનિવાર નારોજ રિમજીમ વરસતા વરસાદમાં તેની બાજુમાં આવેલ જાહેર રસ્તા ઉપર નું જર્જરિત મકાન ધરાશાયી થતા જર્જરિત મકાનનો કાટમાળ રસ્તા ઉપર વેરવિખેર થયો હતો અને જાહેર માર્ગ રસ્તો સદંતર બંધ થયો હતો. ચોમાસાની ઋતુના કારણે લોકો ઘરોમાં હોય અને વરસાદના કારણે લોકોની અવરજવર બંધના કારણે કોઈ મોટી હોનારત સર્જાય નહતી અને રવિવાર નારોજ વહેલી સવારે હોળી ચકલા મેન બજારમાં આવેલ જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. ગામમાં વર્ષોના લાંબા સમયથી બિસ્માર હાલતમાં ઉભેલા અનેક જૂના જર્જરીત મકાનનો આવેલા છે, જે અચાનક ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. અગાઉ ધરાશાહી થયેલ મકાનમાં ઘટના સમયે આસપાસ કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી અને ફળી તેની બાજુમાં આવેલ મકાન ધરાશાયી થયું હતું અને ફળી આજે પણ એક મકાન ધરાશાયી થયું કોઈ જાનહાની થઈ નથી, પરંતુ કાટમાળ રસ્તા પર વેરવિખેર થઈ જતાં સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. માળી ફળિયાના નાકા ઉપર સાંકડા રસ્તા ઉપર આવેલું મકાન તેમજ મેન બજારમાં આવેલ મકાન લાંબા સમયથી અત્યંત જર્જરીત અવસ્થામાં હતું. ચાલુ ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે જર્જરિત મકાનો અચાનક તૂટી પડયા છે.
આખા ગામમાં ભયજનક જર્જરિત મકાનો ગમે ત્યારે પવન કે, સામાન્ય વરસાદમાં પણ તૂટી પડે તેવી સ્થિતિમાં દેખાય રહ્યા છે. જર્જરિત મકાનો આગળથી દરરોજ નાના બાળકો, મહિલાઓ અને અસંખ્ય સ્થાનિક નાગરિકો પસાર થાય છે. ગામમાં અનેક જર્જરિત મકાનો હજુ પણ યથાવત અને ભયજનક સ્થિતિમાં હોવાથી આસપાસના રહીશોના જીવ તાળવે ચોંટી ગયા છે. સ્થાનિકોની માંગ છે કે, કોઈ મોટો અકસ્માત સર્જાય કે જર્જરિત મકાનો યમરાજ બની કોઈનો જીવ લેન બને તે પહેલાં વેજલપુર ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા આખા ગામના જર્જરીત મકાનને તાકીદે ઉતારી લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.