વણકતલાઈ હનુમાનજી ધામે આંતર રાજ્ય સુંદરકાંડ સ્પર્ધાનું દિવ્ય આમંત્રણ અર્પણ

–સુંદરકાંડ સ્પર્ધાની પત્રિકા સર્વ દેવતાના ચરણોમાં સમર્પિત ભક્તિ, મંગલ અને આશીર્વાદથી ઝળહળ્યું સમગ્ર મંદિર પ્રાંગણ

વણકતલાઈ હનુમાનજીના પવિત્ર મંદિરમાં આજ રોજ અત્યંત ભાવભક્તિ અને આધ્યાત્મિકતા વચ્ચે આંતર રાજ્ય સુંદરકાંડ સ્પર્ધા 20-12- 2025ના કાર્યક્રમનું વિધિવત આમંત્રણ અર્પણ કરવામાં આવ્યું. મંદિરના મહંતશ્રી અને સ્પર્ધાના આયોજકોની ઉપસ્થિતિમાં આ મહત્વપૂર્ણ માંગલિક વિધિ મંત્રોચ્કાર અને શાંતિમય ધ્વનિ સાથે શરૂ થઈ. મંદિર પરિસરમાં દિવ્ય દીપપ્રકાશ વચ્ચે સુંદરકાંડ સ્પર્ધાની પત્રિકા હનુમાનજી તથા સમસ્ત દેવ-દેવતાઓના પવિત્ર ચરણોમાં સમર્પિત કરવામાં આવી. પત્રિકા અર્પણની ક્ષણે મંદિર પ્રાંગણમાં ભક્તિભાવના તરંગો પ્રસરી ગયા અને આત્મિક શાંતિનો વિશેષ અનુભવ થયો.આ પ્રસંગે હનુમાનજીની ચરણેશન પ્રાર્થના કરવામાં આવી કેઆ આવનારી સુંદરકાંડ સ્પર્ધા નગરજનોના સહયોગથી સુખાકારી, શાંતિ અને ભક્તિભાવ સાથે નિર્વિઘ્ને સફળતાપૂર્વક પૂર્ણ થાય.મહંતશ્રીઓ અને સ્પર્ધાના આયોજકો દ્વારા નગર અને વિસ્તારના કલ્યાણ માટે સુંદરકાંડ સ્પર્ધા જેવા ધાર્મિક પ્રોગ્રામો કરવા વિશેષ પ્રેરણા આપે તે માટે સમસ્ત દેવતાઓના ચરણોમાં અરજી અર્પણ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન મંદિર પરિસરમાં એક વિશેષ દિવ્ય ઉર્જા અને આધ્યાત્મિક શાંતિ છવાઈ હતી.વણકતલાઈ હનુમાનજી મંદિરના આયોજકોના જણાવ્યા મુજબ, આ પત્રિકા અર્પણ સાથે સુંદરકાંડ સ્પર્ધાની તૈયારીઓ સત્તાવાર રીતે શરૂ થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં નગર ભક્તિમય કાર્યક્રમોથી ગુંજી ઉઠશે. આધ્યાત્મિક ઉલ્લાસ અને ભક્તિની ગાઢ લાગણી સાથે પૂર્ણ થયેલો આ પવિત્ર કાર્યક્રમ નગરજનોમાં વિશેષ ઉત્સાહ અને આશા જગાવી રહ્યો છે.