બાલાસિનોરમાં મેગા ડિમોલિશન ડ્રાઇવ, ૨૦૦થી વધારે કાચા-પાકા દબાણ તોડાયા
બાલાસિનોર શહેરમાં આજે અમદાવાદી ઢાળથી ફગવા નાકા સુધી રોડ પર થયેલા વ્યાપક દબાણો હટાવવા માટે મેગા ડિમોલિશન ડ્રાઇવનું આયોજન કરાયું હતું. જુદા જુદા તંત્ર દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલી આ ડ્રાઇવ દરમિયાન ૨૦૦થી વધારે કાચા-પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. અમદાવાદી ઢાળ થી લઈને રાજાપુરી દરવાજા વિસ્તારમાં કાર્યવાહી કરાઇ છે. આગામી દિવસોમાં આગળના રસ્તા પરથી પણ દબાણો હટાવવામાં આવશે.
બાલાસિનોર શહેરમાં દિવસેને દિવસે રસ્તા પરના દબાણો અને ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. આ અંગે લોકોમાંથી ભારે ઉહાપોહ જાગ્યા બાદ આખરે તંત્ર દ્વારા આજે દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તાલુકા વહીવટી તંત્ર, નગર પાલિકા, પોલીસ, માર્ગ અને મકાન વિભાગ તથા એમજીવીસીએલ દ્વારા સંયુક્ત રીતે અમદાવાદી ઢાળથી ફગવા નાકા સુધી આશરે એકાદ કિલોમીટરના રસ્તાની બંને તરફ થયેલા કાચા-પાકા દબાણો તોડી પાડવામાં આવશે હાલ આ બાલાસિનોરમાં અમદાવાદની ઢાળ થી લઈને રાજપુરી દરવાજા સુધી અંદાજીત ૨૦૦ જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તંત્રના જણાવ્યા અનુસાર આજની કાર્યવાહી દરમિયાન ૨૦૦ જેટલા દબાણ હટાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં રાજાપુરી દરવાજાથી લઈને ફગવા જકાતનાકા સુધીનોમાર્ગો પર પણ આ કાર્યવાહી ચાલું રાખવામાં આવશે. માર્ગ સલામતી સરકાર અને તંત્રની પહેલી પ્રાથમિકતા છે. કોઇપણ જાતના રાજકીય દબાણ કે ભલામણોને ધ્યાને લીધા વગર આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.