
વડોદરાની SSG હોસ્પિટલમાં સાર પોલીસ જાપ્તામાં રહેલા જીતેન્દ્રસિંહ જણાવ્યું કે,દહોદ જિલ્લાના દુષ્કર્મ કેસના આરોપી ગોવિંદ વિહાતિયાને સ્કીનની તકલીફ હોય SSG હોસ્પિટલના વોર્ડ નંબર 5માં ઈન્જેકશન અપાવવા માટે આરોપીને લાવવામાં આવ્યો હતો.ઈન્જેકશન આપવાનું હોય હાથકડી ખોલી હતી. એક ઈન્જેકશન આપ્યા બાદ થોડા સમય પછી બીજું આપવાનું હતું. આ સમય દરમિયાન જ તે ધક્કો મારીને ભાગતા તેનો પીછો કર્યો પણ તે હાથ ન આવ્યો અને એક નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘૂસી ગયો.
વાર માટે લાવવામાં આવેલો દુષ્કર્મ કેસનો આરોપી ફરાર થઈ જતા ફિલ્મી દૃશ્યો સર્જાયા. ઈન્જેકશન મારવા માટે હાથકડી ખોલતા જ મુઠ્ઠીવાળીને ભાગ્યો હતો. પોલીસકર્મી પાછલ દોડ્યા પણ હાથ ન લાગ્યો. હોસ્પિટલ નજીક નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘૂસી જતા ડ્રોનની મદદથી શોધખોળ કરાઈ રહી છે. આરોપીને સલામત રીતે બહાર આવી જતા પોલીસ માઈકથી એનાઉન્સ પણ કરી રહી છે.

ઘટનાના પ્ર્ત્યક્ષદર્શીએ કહ્યું કે, અમે જ્યારે ઓપીડી પાસે હાજર હતા ત્યારે એક વ્યકિત સ્પીડમાં ભાગતો નીકળ્યો. અમને થયું કે, ઈમરજન્સી હશે એટલે ભાગી રહ્યો છે. પણ પાછળથી પોલીસના માણસો પકડો..પકડો..ની બૂમો પાડતા આવી રહ્યા હતા. યુવક પતરાની ગ્રીલ તોડી બિલ્ડિંગની અંદર ઘૂસી ગયો હતો અમે જોવા ગયા પણ મળ્યો નહીં.તે ચપ્પલ વગર જ ભાગ્યો હતો અને તેના ચપ્પલ રસ્તામાં જ પડી ગયા હતા. અમને લાગે છે કે તે કદાચ પાછળથી નીકળી ગયો હશે, કારણ કે પાછળથી નીકળવું સરળ છે.

આરોપીની શોધખોળ માટે ડ્રોનની મદદ લેવાઈ હોસ્પિટલ નજીક આવેલા એક બહુમાળી નિર્માણાધીન બિલ્ડિંગમાં આરોપી ઘૂસી ગયો હોય પોલીસ તેને સલામત રીતે નીચે આવી જવા માટે માઈકથી એનાઉન્સમેન્ટ કરી રહી છે. સાથે કયા ફ્લોર પર તેની જાણકારી મેળવવા માટે ડ્રોનની પણ મદદ લેવાઈ રહી છે.