વડોદરાના વાઘોડિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં આવેલા સનરાઈઝ કોમ્પલેક્ષમાંથી કુટણખાનું ઝડપાયું

સંસ્કારીનગરી વડોદરાના વાઘોડિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં આવેલા સનરાઈઝ કોમ્પલેક્ષમાંથી કુટણખાનું ઝડપાયું છે. પોલીસે કુટણખાનામાં દરોડો પાડીને સગીરા સહિત અગિયાર યુવતીઓને રેસ્ક્યુ કરી છે. કુટણખાનાની એક સંચાલિકા અને રાજપીપળાના એક યુવાનની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે પંચમહાલનો એક યુવાન અને વડોદરાની એક મહિલા ફરાર છે. શહેરના રહેણાંક વિસ્તારમાં આવેલા સનરાઇઝ કોમ્પ્લેક્ષમાં ધમધમતા આ કુટણખાનામાં અવરજવર માટે ગુપ્ત દ્વાર બનાવવામાં આવ્યા હતા. આ અંગે કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં દેહવ્યાપાર અને માનવ તસ્કરીનો ગુનો નોંધાયો છે.

વડોદરા શહેર પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને મળેલી વિગતો મુજબ વાઘોડિયા રોડ પર વૈંકુઠ ચાર રસ્તા પાસે સનરાઇઝ ટાવરમાં ચંદ્રિકાબેન ઉર્ફે રીટા બાબુભાઇ શાહ નામની મહિલા બહારથી યુવતીઓને બોલાવીને પોતાના મકાનમાં રાખીને દેહ વેપારનો ધંધો કરાવતી હોવાની બાતમી મળી હતી. આ વિગતોના આધારે પોલીસે દરોડો પાડતા આ આખો મામલો સામે આવ્યો છે. આ દરોડામાં ત્યાંથી અગિયાર યુવતીઓ સાથે બે સહ આરોપીઓ મળી આવ્યા હતા.રીટા યુવતીઓને રાખી યુવતી દીઠ ૧૦૦૦થી ૧૫૦૦ના ભાવે દેહ વેપારનો ધંધો કરતી હોવાનું પણ સામે આવ્યું છે.તે યુવતીઓને ટાવરના અલગ-અલગ લેટમાં રાખી દેહવ્યાપારનો વેપાર કરાવી ગ્રાહક યુવતીના રૂમમાં જાય ત્યારબાદ બહારથી તાળું મારી દેવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી ડમી ગ્રાહક મોકલ્યો હતો. ડમી ગ્રાહકને યુવતીના રૂમમાં મોકલી બહારથી તાળું મારવામાં આવતાં પોલીસે તાત્કાલિક તાળું તોડી રૂમમાં પ્રવેશ કર્યો હતો. ત્યાં એક યુવાન અને યુવતી મળી આવ્યા હતા.બંગાળની યુવતી ડમી ગ્રાહક સાથે ૧૦ યુવતીઓ અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી. પોલીસને તપાસમાં એક ચોંકાવનારી બાબત પણ નજરે આવી હતી. બીજા માળે આવેલા મકાન નં. ૨૦૪ અને ૨૦૫ ચંદ્રિકાના હોવાનું જાણવા મળ્યું હતું. મકાન નં. ૨૦૪નું તાળું તોડી તપાસ કરતા ભોંયરૂ મળી આવ્યું હતું, જેમાંથી પહેલા માળની દુકાનમાં બહાર નીકળવાની વ્યવસ્થા હતી. આ રસ્તેથી ચંદ્રિકા અને અન્ય યુવતીઓ ફરાર થઈ ગઈ હોવાનું પોલીસનું અનુમાન છે. આ અંગે હાલ તપાસ ચાલી રહી છે.અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, પોલીસની તપાસમાં એક આરોપી સરોજ માલે કબૂલાત કરી છે કે, સ્મિતકુમાર દરજી અને ચંદ્રિકા આ વેપાર ચલાવે છે અને ધંધાની કમાણી બંનેને પહોંચાડવામાં આવે છે. તેના બદલામાં તે ગ્રાહક દીઠ માત્ર ૧૦૦થી ૨૦૦ રૂપિયા આપે છે. અન્ય એક યુવતીએ જ જણાવ્યું હતું કે, આથક સ્થિતિ નબળી હોવાથી અમે દેહવેપાર કરીએ છીએ. ગ્રાહક પેટે સરોજ માલે ૧૫૦૦ રૂપિયા લીધા છે તેમજ મને ગ્રાહક દીઠ ૫૦૦થી ૭૦૦ રૂપિયા આપવામાં આવે છે. ઘરની આથક પરિસ્થિતિ નબળી હોવાથી ચંદ્રિકાબેનના કહેવાથી અહીં દેહ વ્યાપારમાં આવી છું. પોલીસ તપાસમાં જુદા જુદા નામના અગિયાર લાઇટ બિલ મળી આવ્યા હતા. એપલ કંપનીનું લેપટોપ મળી આવ્યું હતું. આ ઉપરાંત કુટણખાના આવતાં ગ્રાહકોને સવલતો પૂરી પાડતી ચીજ વસ્તુઓ મળી આવી હતી. રીટાના માનીતા સાગરીતોના દેહવ્યાપાર સોદાના રોકડા, ૪૧૦૦ ઉપરાંત બે મોબાઇલ મળી આવ્યા હતા. ઝડપાયેલી પરપ્રાંતીય કુલ અગિયાર યુવતીઓને રેસ્ક્યુ કરવામાં આવી હતી. જ્યારે બંગાળના હાવડા જિલ્લાના શ્યામપુર નજીક શિપગંજની મૂળ વતની તથા સનરાઇઝ કોમ્પ્લેક્ષમાં જ રહેતી સરોજ લક્ષ્મીપદા માલ તથા રાજપીપળાના મૂળ વતની તથા કિશનવાડીમાં રહેતા જીગરકુમાર રાજુભાઇ માછીની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય સૂત્રધાર ચંદ્રિકાબેન, હાલોલના સ્મિત સતીષકુમાર દરજી ફરાર છે.